સરવા ગામથી મોટી વીરવા ગામને જોડતા માર્ગમાં ૧૦ સ્પાન ધરાવતા બ્રિજને જાહેર હિતાર્થે તાત્કાલિક અસરથી ભારે/મોટા વાહનો માટે બંધ કરવા બોટાદ જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું

હિન્દ ન્યુઝ, બોટાદ

    મુંબઈ પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી)નીચે મળેલ અધિકારની રૂએ બોટાદ જિલ્લા મેજિસ્ટ્રેટ ડો.જીન્સી રોયે ફરમાવ્યું છે કેસ ગોમા સિંચાઈ યોજનાના ટીબીસી વિસ્તારમાં સરવા ગામથી મોટી વીરવા ગામને જોડતા માર્ગમાં ૧૦ સ્પાન ધરાવતા બ્રિજને જાહેર હિતાર્થે તાત્કાલિક અસરથી ભારે/મોટા વાહનો માટે બંધ કરવા તેમજ આ બ્રિજ પરથી પસાર થતાં મોટા/ભારે વાહનો પરનો ટ્રાફિક ડાયવર્ટ ક૨વા અર્થે નીચે જણાવ્યા મુજબ વૈકલ્પિક ૨સ્તાઓ ઉપયોગમાં લેવા સૂચના છે.

વૈકલ્પિક રૂટ

(૧) મોટી વીરવાથી વિંછીયા જવા માટે- મોટી વિ૨વાથી વાંગધ્રા (વિલેજ રોડ ડામર પટ્ટી પહોળાઈ ૩.૭૫ મી.) થઈને વિંછીયા તરફ (લંબાઇ ૧૨.૭૦ કીમી)

(૨) મોટી વીરવાથી નાના પાળીયાદ-કુંભારા-સરવા (વિલેજ રોડ-ડામર પટ્ટી ૩.૭૫ મી.ડાયવર્ઝન લંબાઈ ૧૪.૨૦ કીમી) સરવા મથક સુધી

આ જાહેરનામું પ્રસિધ્ધ થયા તારીખથી બ્રિજનું પુન:નિર્માણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

જેથી ઉક્ત સ્થળે વાહન ચાલકોની સલામતી માટે ડાયવર્ઝન સ્થળ પર જરૂરી સાઈનબોર્ડ તથા બેરીકેટીંગ તથા હાઈટ બેરીયર મુકવા જરૂરી સાધન સામગ્રી લગાવી અકસ્માત ન થાય તેની કાર્યપાલક ઈજનેરશ્રી, સિંચાઈ વિભાગ, બોટાદએ તકેદારી રાખવાની રહેશે. આ હુકમ/જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને મુંબઈ પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષા થશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે ફરજ પરના કોઈપણ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે.

Related posts

Leave a Comment