તળાજા તાલુકાના પાવઠી ગામે પ્રાકૃતિક કૃષિ વિષે કિસાન ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર

   આત્મા પ્રોજેક્ટ ભાવનગર અને GPKVB ભાવનગરના સંયુક્ત ઉપક્રમે તા. ૧૫/૦૭/૨૦૨૫ ના રોજ તળાજા તાલુકાના પાવઠી ગામે પ્રાકૃતિક કૃષિ વિષે કિસાન ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયેલ હતો. 

ખેડૂતો રાસાયણિક ખેતી અને જંતુનાશક દવાઓનો ઉપયોગ ટાળીને ગાય આધારીત પ્રાકૃતિક કૃષિ તરફ વળે એ માટે ભાવનગર જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા વિશેષ કિસાન ગોષ્ઠિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.   

આ કાર્યક્રમમાં ૭૪ ખેડૂત ભાઈઓએ ભાગ લીધો હતો અને પ્રાકૃતિક ખેતીની સવિશેષ માહિતી મદદનીશ ખેતી નિયામક ડી. પી જાદવ તેમજ બ્લોક ટેકનોલોજી મેનેજર રાજભા ગોહિલ અને આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર બ્રિજેશ સોલંકી દ્વારા આપવામાં આવી હતી.

Related posts

Leave a Comment