ભાવનગર જીલ્લાના લેવલ કોસીંગ નં.૧૮૫ ધોળા ખાતે ધોળા-સણોસરાના રૂટ પર ચાલતા વાહનો માટે તા.૧૮ થી તા.૨૧ જુલાઈ ૨૦૨૫ સુધીના સમયગાળા માટે વાહનો માટે રસ્તો બંધ કરવા અંગેનું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર  

   ભાવનગર જીલ્લાના લેવલ કોસીંગ નં.૧૮૫ ધોળા ખાતે કિ.મી. ૧૨૦ / ૬-૭ વચ્ચે ધોળા-સણોસરાના સમારકામના કામે આ રૂટ પર ચાલતા વાહનો માટે તા.૧૮/૦૭/૨૦૨૫ થી તા.૨૧/૦૭/૨૦૨૫ સુધીના સમયગાળા માટે આ રૂટ પરના વાહનો માટે રસ્તો બંધ કરવા અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરવા અંગે વૈકલ્પીક રસ્તા-ડાયવર્ઝન રૂટની વિગતો તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સહિતની વિગતો ધ્યાને લઇ આવતા-જતા વાહનો માટે ડાયવર્ઝન આપવા સીનીયર સેકશન એન્જીનીયર, પશ્ચિમ રેલ્વે, ભાવનગર પરાના તા.૧૦/૦૭/૨૦૨૫ ના પત્રથી દરખાસ્ત રજુ થયેલ છે. જે દરખાસ્ત અનુસાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) હેઠળ મને મળેલ અધિકારની રૂઈએ હું એન.ડી.ગોવાણી, (જી.એ.એસ.), અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર જિલ્લો, ભાવનગર આથી સદર હુ કોસીંગ નંબર ૧૮૫ ના સમારકામ માટે હાલ ક્રોસીંગ ૧૮૫ બંધ કરી તા.૧૮/૭/૨૦૨૫ થી તા.૨૧/૭/૨૦૨૫ના સમયગાળા સુધી ડાયવર્જન રૂટ ઉપર વાહનો પસાર કરવા ફરમાવું છું.

વાહનોની અવરજવર માટે નીચે મુજબ ડાયવર્ઝન રૂટ રહેશે

(૭) અમદાવાદ જવા માટે રંઘોળા – સણોસરા – શિહોર – નેસડા – ધાંધળી વલ્લભીપુર સુધીનો માર્ગ ભારે વાહનો માટે ઉપયોગ કરી શકાશે.

(૨) અમરેલી – ગારીયાધાર જવા માટે વલ્લભીપુર – ધાંધળી – નેસડા- શિહોર -સણોસરા – રંઘોળા ભારે વાહનો માટે ઉપયોગ કરી શકાશે.

(3) ક્રોસીંગ નંબર ૧૮૫ ના સમારકામ દરમ્યાન લાઈટ વ્હીકલ તેમજ ટુવ્હીલ વાહનો માટે રંઘોળા-બજુડ પાટીયા-બજુડ ગામ-ધારૂકા-ઉમરાળા- વલ્લભીપુર સુધીનો માર્ગ લાઇટ વ્હીકલ તેમજ ટુ વ્હીલ માટે ઉપયોગ કરી શકાશે.

આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષા થશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા ફરજ પરના અધિકારીને અધિકાર રહેશે.

 

Related posts

Leave a Comment