બરવાળા તાલુકાનો ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ તા. ૨૬/૦૮/૨૦૨૫ના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ 

             બરવાળા તાલુકાનો ‘તાલુકા સ્વાગત અને ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ મામલતદાર કચેરીનાં સભાખંડમાં, જિલ્લા પોલીસ અધિક્ષક, બોટાદના અધ્યક્ષ સ્થાને આગામી તારીખ ૨૬/૦૮/૨૦૨૫ મંગળવારના રોજ સવારનાં ૧૧-૦૦ કલાકે યોજાશે.

             આ તાલુકા કક્ષાનાં જાહેર ફરિયાદ નિવારણ (“સ્વાગત“) કાર્યક્રમમાં બરવાળા તાલુકાનાં સમગ્ર નાગરીકોને રોજીંદા જીવનને સ્પર્શતાં પ્રશ્નો, લાંબા સમયથી પડતર પ્રશ્નો, નિતિ વિષયક પ્રશ્નો કે તે સિવાયની અન્ય તકલીફો કે જેનો સ્થાનિક તંત્ર દ્વારા અરજી કરવા છતાં નિકાલ ન કરવામાં આવતો હોય તેવાં પ્રશ્નો રજુ કરી શકાય છે. 

             સ્થાનિક તંત્ર દ્વારા તમામ પ્રશ્નોનો નિયમોનુસાર નિકાલ કરવામાં આવશે.આવા પ્રશ્નો માટેની અરજી તારીખ ૧૦/૦૮/૨૦૨૫ સુધીમાં જાહેર રજાના દિવસો સીવાય સવારનાં ૧૧-૦૦ કલાકથી સાંજનાં ૬-૦૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે. તેમ મામલતદાર, બરવાળા દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.                                              

Related posts

Leave a Comment