હિન્દ ન્યુઝ, બોટાદ
નાણાંકીય સમાવેશન 3 મહિનાનાં સંતૃપ્તિ અભિયાન 01/07/2025 થી 30/09/2025 અંતર્ગત બોટાદ નગરપાલિકા ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
શિબિરમાં દસ કે તેથી વધુ વર્ષ પહેલાં ખોલવામાં આવેલાં બચત ખાતા અને પ્રધાનમંત્રી જનધન યોજના ખાતામાં ફરીથી કેવાયસી કરાવવી તથા ડિજિટલ છેતરપિંડીથી કેવી રીતે બચવું, RBIમાં ટ્રાન્સફર થયેલા દાવા વગરની થાપણોનો દાવો કેવી રીતે કરવો, જનધન ખાતા ખોલવા,નોમિનેશન કરાવવું તથા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના વગેરે અંગેની કામગીરી કરવામાં આવી હતી.
આ શિબિરમાં રીજનલ ઓફિસ સુરેન્દ્રનગર બેંક ઓફ બરોડામાંથી ડિ.આર.એમ.કે. સી. પટેલ, સંતોષ કુમાર તથા લીડ બેન્ક સેલ બોટાદમાંથી એલ.ડી.એમ. આલોક કુમાર, તથા આરસેટી ડાયરેક્ટર જગદીશ કુમાર તથા બેંક ઓફ બરોડા બોટાદ બ્રાંચ મેનેજર જ્ઞાન પ્રકાશ તથા બોટાદ નગરપાલિકા સમાજ કલ્યાણ સંરક્ષણ ચેરમેન આશાબેન જોષી તથા એફ.એલ.સી. ધર્મેન્દ્રભાઈ જાંબુકીયા તથા બેંક ઓફ બરોડા બી.સી. સુપરવાઇઝર કાળુભાઈ તથા રાહુલભાઈ તથા બી.સી. દિલીપભાઈ ઝાલા હાજર રહ્યાં હતાં.
