ભાવનગર મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વાહકજન્ય રોગ નિયંત્રણ માટે ૧,૧૮,૫૭૧ ઘરોની મુલાકાત લઈ સર્વે કરાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર 

    ભાવનગર મહાનગર પાલિકા આરોગ્ય વિભાગ દ્વારા વાહક જન્ય રોગ નિયંત્રણ હેતુ મિશન મોડમાં સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત શહેરના તમામ વિસ્તારને આવરી લઈ એ મુજબ આયોજન કરી ગત અઠવાડિયામાં કુલ-૨૪૧ ટીમ અને ૫૭ સુપરવાઈઝર દ્વારા ૧,૧૮,૫૭૧ ઘરોની મુલાકાત લઈ ૫,૪૦,૬૭૮ વસ્તીને કવર કરવામાં આવી હતી. જેમાં કુલ-૭૦૫ ઘરોમાં મચ્છરોના પોરા મળી આવ્યા હતા. 

આ સર્વે દરમિયાન કુલ-૪,૧૭,૯૭૪ પાત્રો ચકાસવામાં આવ્યા, જે પૈકી ૮૨૦ પાત્રોમા પોરા મળી આવ્યા હતા. આ તમામ પાત્રોનો નાશ કરી, ઈન્ટ્રા ડોમેસ્ટીક કામગીરી કરી કુલ- ૬૩૬ મચ્છર ઉત્પતી સ્થાનોનો તથા ઘરોની બહાર કુલ- ૫૧૩ મચ્છર ઉત્પતી સ્થાનોનો નાશ કરવામાં આવ્યો હતો. આ સર્વે દરમિયાન કુલ- ૧૭૭૩ લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. જે તમામનું મેલેરિયા માટે પરિક્ષણ કરવામા આવ્યું હતું. જેમાં કોઈ પોઝીટીવ જણાયેલ નથી. આ અઠવાડીયા દરમિયાન કન્સ્ટ્રકશન સાઈટ, શાળા, આંગણવાડી વગેરે જેવા કુલ- ૬૧ સ્થળોની મુલાકાત લેવામા આવી હતી, જે પૈકી કોઈપણ સ્થળોએ પોરા મળી આવેલ નથી.

આ સર્વે કામગીરી દરમિયાન મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા લોકોએ શું ધ્યાન રાખવું, વાહક જન્ય રોગો કઈ રીતે ફેલાય છે, તેમાં કેવા લક્ષણો જોવા મળે તે બાબતે તેમજ જરૂર જણાય ત્યારે પોતાની નજીકનાં શહેરી પ્રાથમિક સામૂહિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો તેવી જરૂરી માહિતીઓ પણ પૂરી પાડવામાં આવી હતી.

Related posts

Leave a Comment