હિન્દ ન્યુઝ, જંબુસર
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નોંધણા ગામમાં એક મહત્વપૂર્ણ આરોગ્યલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નોંધણા ગામની બી.બી. પટેલ હાઈસ્કૂલ અને પ્રાથમિક મિશ્ર શાળામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોરાના આયુષ્યમાન આરોગ્ય મંદિર નોંધણા દ્વારા ટીડી (TD) વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પમાં ૧૦ વર્ષના અને ૧૬ વર્ષના બાળકોને ટીડી વેક્સિન આપવામાં આવી હતી. આ વેક્સિનેશન અભિયાનમાં કોરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સી.એચ.ઓ. રૂપલ દેસાઈ, એમ.પી.એચ.ડબલ્યુ. ગણપતસિંહ મોરી, એફ.એચ.ડબલ્યુ. પૂનમબેન પટેલ અને આશા વર્કર બહેનો હાજર રહીને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. બાળકોના સ્વાસ્થ્ય માટે આ પ્રકારના આરોગ્યલક્ષી કાર્યક્રમો અત્યંત આવશ્યક છે, અને નોંધણા ગામમાં યોજાયેલ આ કેમ્પ સરાહનીય છે.
રિપોર્ટર : ઇમ્તિયાઝ દીવાન, ભરૂચ
