ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આજે ભાજપા પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની સાથે એક ખૂબ સુંદર કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર મળ્યો

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

    તાજેતરની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નવા ચૂંટાયેલા સરપંચઓ અને પંચાયતના સદસ્ય સાથે સંવાદ સાધીને તેમનું અભિવાદન કર્યું.   

આ અવસરે, પંચાયત વિભાગના વિવિધ વિકાસ કામો માટે રૂ. 1200 કરોડથી વધુની ગ્રાન્ટની ફાળવણી ગ્રામ પંચાયતોને કરવામાં આવી. તેમજ ‘સમરસ ગ્રામ યોજના’ હેઠળ 761 સમરસ ગ્રામ પંચાયતોને રૂ. 35 કરોડથી વધુની પ્રોત્સાહક ગ્રાન્ટની ફાળવણી પણ કરી.

માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગ્રામીણ અર્થતંત્રને નવી ગતિ મળી છે. 

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પાક્કા આવાસ સહિતની સુવિધાઓથી સુસજ્જ ગામડાઓમાં ટેકનોલોજીથી સરકારની તમામ યોજનાઓના લાભ નાગરિકો મેળવી રહ્યા છે. 

દરેક પંચાયત સ્વચ્છતા, જળસંચય, ‘એક પેડ માં કે નામ’ સહિતના અભિયાનને પ્રાધાન્ય આપીને ‘મારુ ગામ, શ્રેષ્ઠ ગામ’ બનવાનો સંકલ્પ કરે તેવું આહવાન આ પ્રસંગે કર્યું.

ગ્રામીણ વિકાસના સુકાની એવા સૌ સરંપચઓ અને પંચાયત સદસ્યો પોતાના ગામને સર્વાંગીણ વિકાસના પથ પર અગ્રેસર બનાવે તેવી શુભકામના.

Related posts

Leave a Comment