જામજોધપુર તાલુકાની વિવિધ પાંચ પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્ર સંચાલક તથા રસોયાની નિમણૂંક માટે અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, જામનગર 

    જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં બોરીયોનેશ, બાવડીદળ, વીરપુર-૫૦, વીરપુર-૧૧૬, રોજમારીનેશ ગામોની પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલક અને રસોયાની જગ્યાઓ ભરવાની છે. જેમાં કેન્દ્ર સંચાલક તરીકે ફરજ બજાવવા અંગે ઇચ્છુક ઉમેદવારોએ આગામી તા.૧૦ જુલાઈ સુધીમાં તેમનું આખું નામ, સરનામું અને મોબાઈલ નંબર સાથેની સંપૂર્ણ વિગતો ભરીને જરૂરી પ્રમાણપત્રોની નકલો અરજી પત્રક સાથે રજૂ કરવાની રહેશે.નિયત નમુનાના અરજી ફોર્મ કામકાજના સમય દરમિયાન મામલતદાર કચેરી જામજોધપુર ખાતેની પી.એમ. પોષણ શાખામાંથી વિના મુલ્યે મળી શકશે.જ્યારે આ કેન્દ્રો પર રસોયા માટે ૨૦ થી ૬૦ વર્ષની વયમર્યાદા ધરાવતા તંદુરરસ્ત અને કોઇપણ ગુનાહીત કૃત્ય કરેલ ન હોય તેવા ઉમેદવારોએ તા.૦૭-૦૭-૨૦૨૫ ના રોજ રૂબરૂ મુલાકાત માટે મામલતદાર કચેરી ખાતે બપોરે ૧૨ કલાકે ઉપસ્થિત થવા મામલતદાર જામજોધપુરની યાદીમાં જણાવાયું છે.

 

Related posts

Leave a Comment