હિન્દ ન્યુઝ, આણંદ
આણંદ જિલ્લામાં બાગાયતી પાકોની ખેતી કરતાં અને કરવા માંગતા જિલ્લાના ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ હેઠળ સહાય/લાભ મેળવવા માટે વર્ષ ૨૦૨૫-૨૬નાં માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ જેવી કે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન,અર્ધ પાકા મંડપ- વેલાવાળા શાકભાજીના પેડલ, કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ, પાકામંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ, ઔષધિય/સુગંધિત પાકોના વાવેતર માટે સહાય, ઔષધિય/સુગંધિત પાકો માટે નવા ડિસ્ટીલેશન યુનિટ, કોલ્ડ ચેઈન મેનેજમેન્ટ કાર્યક્રમ, કેળ (ટીસ્યુ), પપૈયા, ડ્રેગન ફ્રુટ “કમલમ ફ્રુટ”નો વાવેતર વિસ્તાર વધારવા માટે સહાય, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે,ફ્ળપાક પ્લાન્ટીંગ મટીરીયલ,સરગવાની ખેતી,બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય, બાગાયતી પાકોના પ્રોસેસીંગના નવા યુનિટ માટે સહાય,વેલાવાળા શાકભાજી પાક માટે ટીસ્યુલચરથી ઉત્પન્ન થયેલ પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય, સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ,ખેતર પરના પરના ગ્રેડીંગ, શોર્ટીગ, પેકીંગ એકમ ઉભા કરવા સહાય, મહિલા તાલીમાર્થીઓને વ્રુતિકા,કેળ (ટીસ્યુ)/ પપૈયા ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, ક્રોપ કવર (શાકભાજી પાકો માટે), ક્રોપ કવર / બેગ (કેળ/પપૈયા પાક માટે) જેવા દાડમ ક્રોપ કવર/ખારેક બંચ કવર ફ્રૂટ કવર ( આંબા,દાડમ, જામફળ, સીતાફળ કમલમ)બાગાયતી ઘટકો માટે જીલ્લાના દરેક ખેડુતો માટે સરકારશ્રી દ્વારા I-khedut પોર્ટલ ૨.૦ ખુલ્લું મુકવામાં આવ્યુ છે. આ યોજનાનો લાભ લેવા માંગતા આણંદ જીલ્લાના ખેડૂતોએ I-khedut (https://ikhedut.gujarat.gov.in/site/krshvbhag) પોર્ટલ પર તા.૧૯/૦૭/૨૫ સુધીમાં અરજી કરવાની રહેશે.
નવીન આઇ- ખેડુત પોર્ટલ ૨.૦ પર અરજી કરતા પહેલા ખેડૂતોએ નોંધણી કરવી ફરજિયાત છે. ત્યારબાદ લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકાશે. તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રીન્ટ લઇ ખેડુતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે.જેની નકલ મંજુરી મળ્યા બાદ કલેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સહિત નાયબ બાગાયત નિયમકશ્રીની કચેરી, ૪૨૭-૪૨૯, ચોથો માળ, જુના જિલ્લા સેવા સદન, આણંદ ખાતે રૂબરૂ કે ટપાલ દ્વારા પહોચાડવાની રહેશે. ત્યાર બાદ જ તેઓની અરજીની સરકારના યોજનાકીય નિયમો અનુસાર અને ફાળવેલ લક્ષ્યાંકોની મર્યાદામાં ખેડૂતોને યોજનાકિય લાભ આપવામાં આવશે, તેમ નાયબ બાગાયત નિયામક, આણંદ દ્વારા જણાવાયુ છે.
