લાઠી તાલુકા મા આવેલ નારાયણનગર તંત્ર ની બેદરકારી

લાઠી, 

           નારાયણનગર માં ગોદડિયાનગર ચામુંડા નગર જોષીપરા, જનતા સોસાયટી, જે વિસ્તાર ના નામ ભુલાય ગયેલ હોય એવી જગ્યાએ રોડ નથી બનેલ એવા વિસ્તાર એમાં અમુક જગ્યાએ રોડ કેવા પૂરતા છે જયા રોડ નથી બનેલા એવા વિસ્તાર માં ચોમાસા મા હાલ એવા છે કે એકવાર કોઈપણ અધિકારી બહાર ના આવીને અહીં આવીને જોવે તો હકીકત કીચડ કેવું થાઈ છે, ચોમાસુ શરૂવાત પેહલા પણ કોઈપણ જાત ની વ્યવસ્થા નથી કરવામાં આવતી. જે વિસ્તાર મા રોડ નથી બનેલ એવા વિસ્તાર વાળા ગ્રામજનો ત્રાહિમામ થઇ ચૂકેલ જોવા મળી રહ્યા છે.  નારાયણનગર મા રહેતા ગ્રામજનો પણ ઘર વેરો ટાઈમ સર ભરે છે જેમાં ખાસ એમાં વેરો લેવામા પણ પાણી વેરો લે છે, છતાં ગોદડિયા નગર ચામુંડા નગર જેવા વિવિધ વિસ્તાર મા પાણી આપનાર મહિલા વાલ મેન છે તે દર મહિને ઘર દીઠ 20 રૂપિયા મિનિમમ લે છે તેમજ ઘર વેરામાં સફાઈ વેરો લે છે એમા પણ નારાયણનગર મા ક્યાય પણ સફાઈ કર્મચારી નથી તેમજ કચરો ઘરે થી ઉપાડવા કોઈપણ પ્રકાર નુ વાહન ટ્રેક્ટર પણ નથી લેવા માટે આવતું. કચરો નાખવા યોગ્ય જગ્યા નો હોવાથી અમુક ગ્રામજનો ખાસ સંજય સોસાયટી મા રહેતા અમુક ગ્રામજનો વેણકી નાનું ઓકલૂ નદી કહેવાય છે એવા ઘર ની બાજુમાં રહેતા મજબૂરી મા વેણકી પાસે બહાર કચરો નાખવા જાય છે. અને વેણકી પાસે કચરો બાહર રહેવાથી ગન્દકી થવાથી બીમારી ફેલાવવાની શક્યતા રહે છે આ બધું નારાયણનગર મા આવેલ અલગ અલગ વિસ્તાર ના અમુક અમુક ગ્રામજનો ના લોકમુખે આ પ્રશ્નો સાંભળવા મળી રહ્યા છે અને લોકમાંગણી એવી છે કે નારાયણનગર પંચાયત મા ગ્રાન્ટ નો હોય તો તાત્કાલિક ગુજરાત સરકાર પાસે માંગણી મૂકી આ બધાય પ્રશ્નનો હલ કરવો એવી લોકમુખે લોકમાંગણી છે. 

રિપોર્ટર : આસિફ રાવાણી , ઢસા

Related posts

Leave a Comment