આણંદ જિલ્લાના ફૂડ સેફટી વિભાગ દ્વારા હોટલ રેસ્ટોરન્ટમાં જરૂરી તપાસણી કરાઈ

હિન્દ ન્યુઝ, આણંદ

    આણંદ જિલ્લાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા જૂન ૨૦૨૫ માસમાં આણંદ તેમજ તાલુકાની જુદી જુદી હોટેલ રેસ્ટોરન્ટનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. તૈયાર રાંધેલા ખોરાકના ૧૯ નમૂનાઓ તેમજ રો મટીરિયલ મસાલાના નમૂનાઓ લેવામાં આવ્યા છે,તેમજ જુદા જુદાં રિટેલ/ હોલસેલ/મેન્યુ. માંથી ખાદ્યતેલના, આઇડીન સોલ્ટના , કેરી ના રસ ,નમકીન, અથાણા, મધ, મિલ્ક, સોજી , લસ્સી, ટામેટો કેચ અપ, કોલ્ડ ડ્રિન્કસ, શરબત ના નમૂનાઓ લઈ પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવેલ છે.

વધુમાં જિલ્લામાં આવેલ જુદા જુદા મધ્યાન ભોજન કેન્દ્ર, અને આઇસીડીએસ ખાતે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ સાથે કુલ ૭૦ જેટલા નમુનાઓના પૃથક્કરણ અહેવાલ આવેથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ આણંદ,ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment