ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે સબ સ્ટાન્ડર્ડ – મિસ બ્રાન્ડેડ ખાદ્યપદાર્થો વેચાતા ૬ નમુનાઓના જવાબદારોને નાણાકીય દંડ કરાયો

હિન્દ ન્યુઝ, આણંદ

    આણંદના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલ એકમોના નમૂના લેવામાં આવ્યા હતા.જે સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાતા એડજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર,આણંદ દ્વારા આવા ૦૬ એકમોને નાણાકીય દંડ કરવામાં આવ્યો છે.

આ એકમોમાં શ્રી એમ.એસ માવા વાલા, ગંભીરા ખાતેથી અમૃત સ્વીટ બરફી ના નમુનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરીને રૂ.૮૦ હજારનો તથા શ્રી મે. રીચ મોર એપ્રિલ ટ્રેડિંગ, બોરસદ ખાતેથી લીધેલ એક્કા રિફાઇન્ડ કોટન ઓઇલનો નમુનો સબ સ્ટાન્ડર્ડ તેમજ મિસ બ્રાન્ડેડ જાહેર થતા રૂપિયા ૧.૨૫ લાખનો દંડ, કિસ્મત ટ્રેડિંગ કંપની ખાતે લીધેલ દોલત બ્રાન્ડ સોયાબીન ઓઇલ સબ સ્ટાન્ડર્ડ નમૂનો જાહેર થતા રૂપિયા ૬૦ હજારનો દંડ , મહારાણી ગોલ્ડ રિફાઇન્ડ સોયાબીન ઓઇલનું નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં રૂપિયા ૬૦ હજારનો દંડ તેમજ ગુજરાત બ્રાન્ડ સોયાબીન ઓઇલનો નમુનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં રૂપિયા ૬૦ હજારનો દંડ કરવામાં આવેલ છે.

આ ઉપરાંત મેં ભગવતી ટ્રેડિંગ, ખંભાત ખાતેથી મહારાણી રિફાઇન્ડ સોયાબીન ઓઇલ નો નમુનો સ્ટાન્ડર્ડ જાહેર થતાં જવાબદારોને રૂપિયા ૧.૨૬ લાખનો દંડ કરવામાં આવેલ હતો.

આમ, એડજયુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર ઋતુરાજ દેસાઈ દ્વારા આણંદ જિલ્લાના ૦૬ એકમોને કુલ રૂપિયા ૫.૧૦ લાખનો દંડ કરવામાં આવ્યો છે.

 

Related posts

Leave a Comment