હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર જિલ્લામાં ૧,૦૦,૩૪૦ ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજના યોજનાનો લાભ લે છે. જેમાંથી અત્યાર સુધી ૭૪,૨૬૩ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. બાકી રહેલા ૨૫ ટકા ખેડૂતોએ ૧૨- જુલાઈ સુધીમાં રજિસ્ટ્રેશન ન કરાવ્યું તો આગામી રૂ.૨૦૦૦નો હપ્તો જમા થશે નહિ. જેની સર્વે ખેડૂતોએ નોંધ લેવી. કેન્દ્ર સરકારે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મુકતા ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવાયું છે.
રજિસ્ટ્રેશન વગર ખેડૂતોને પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના સહિત અન્ય કલ્યાણકારી યોજનાનો લાભ નહીં મળે. ફાર્મર રજિસ્ટ્રેશનથી ખેડૂતની ઓળખ સ્થાપિત થશે. કૃષિ ધિરાણ, ટેકાના ભાવે ખરીદી, પીએમ કિસાન સમ્માન નિધિ જેવી યોજનાઓનો લાભ ઝડપથી મળશે. હાલ જામનગર જિલ્લામાં યોજાઈ રહેલાં કેમ્પમાં ખેડૂતોએ આધાર કાર્ડ, 8અની નકલ અને આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર સાથે હાજર રહેવું. બહારગામ રહેતા ખેડૂતોએ https://gjfr.agristack.gov.in/farmer-registry-gj/#/ પર સેલ્ફ રજિસ્ટ્રેશન કરવું. અથવા નજીકના કોમ્પ્યુટર સહાયતા કેન્દ્ર (CSC) પર જઈ રજીસ્ટ્રેશન કરાવી શકે છે. તેમ મદદનીશ ખેતી નિયામક જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
