અર્બન હોસ્પિટલ રળિયાતી ખાતે 1 ડિસેમ્બર વિશ્વ એઈડ્સ દિવસ નિમિત્તે જાગૃતિ રેલીનું કરાયું આયોજન

હિન્દ ન્યુઝ, દાહોદ

1 ડિસેમ્બર વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી અંતર્ગત અર્બન હોસ્પિટલ રળિયાતી ખાતે જાગૃતિ રેલીનું આયોજન દિશા- ડાપકુના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. રેલીને નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી શ્રદ્ધાબેન ભડંગ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત, ટીબી–એચ.આઇ.વી. અધિકારી ડૉ. આર. ડી. પહાડિયા -અર્બન હોસ્પિટલના ટ્રસ્ટી સંદીપ શેઠ તથા સંસ્થાના મંત્રી તેમજ પ્રોજેક્ટ ડાયરેક્ટર નીરેન શાહ દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

વિશ્વ એઈડ્સ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય HIV/AIDS અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો, ઇન્ફેક્શનના સંક્રમણ અને નિવારણ વિશે યોગ્ય માહિતી પહોંચાડવાની સાથે HIV પીડિત વ્યક્તિઓને સહાય અને સહકાર આપવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

આ વર્ષની થીમ “એઈડ્સના પ્રતિભાવમાં પરિવર્તન લાવો, વિક્ષેપ દૂર કરો” રાખવામાં આવી છે.

રેલી રળિયાતીથી પ્રસ્થાન કરી માર્કેટયાર્ડ, દોલતગંજ બજાર, નગરપાલિકા, ભગીની સમાજ, ઝાયડસ હોસ્પિટલ માર્ગેથી આગળ વધતી જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે સમાપ્ત થઈ. વિવિધ સૂત્રોચારો દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.

આ રેલીમાં TI પ્રોજેક્ટનો સમગ્ર સ્ટાફ, એસ.આર. કડકીયા સ્કૂલ ઓફ નર્સિંગનાં પ્રિન્સિપાલ કે એ લતા તથા વિદ્યાર્થીઓ, લિંક વર્કર સ્કીમનાં કર્મચારીઓ તથા દિશા ડાપકુનાં કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

Related posts

Leave a Comment