ઉદ્યોગ વિભાગની માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

🔹 સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત દેશનું અગ્રેસર રાજ્ય બન્યું, ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા ₹91 હજાર કરોડના રોકાણ સાથે દેશનો પ્રથમ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ આકાર લઈ રહ્યો છે

🔹 એક જ વર્ષમાં MSME એકમોમાં ₹38 હજાર કરોડથી વધુનું રોકાણ આવ્યું છે અને 1.40 લાખથી વધુ નવી રોજગારીઓ ઊભી થઈ; મોટા ઉદ્યોગોમાં પણ ₹63 હજાર કરોડના રોકાણ સાથે 2.50 લાખ જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થયું

🔹 ગુજરાતના ગૌરવ સમાન કાપડ ઉદ્યોગને વૈશ્વિક કક્ષાએ લઈ જવા ₹2755 કરોડ ફાળવાયા છે, જેના ફળસ્વરૂપે કાપડ ક્ષેત્રે ₹18 હજાર કરોડનું મૂડી રોકાણ અને 50 હજાર યુવાનોને રોજગારી પ્રાપ્ત થઈ

🔹 રાજ્યમાં 16 હજારથી વધુ સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે, જેને સરકાર દ્વારા માસિક સસ્ટેનન્સ એલાઉન્સ અને સીડ સપોર્ટ આપવામાં આવે છે

🔹 સ્ટાર્ટઅપ અને કુટિર ઉદ્યોગમાં ગુજરાત સરકારે વિશ્વમાં ડંકો વગાડ્યો; નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત સતત પાંચમી વખત દેશમાં ‘બેસ્ટ પર્ફોમર’ જાહેર થયું

રાજ્ય સરકારનું આ બજેટ ગુજરાતને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું પ્રેરક એન્જિન બનાવશે : મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી

Related posts

Leave a Comment