રાજકોટ શહેર મહાનગરપાલિકાના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા ૫૦ ધન્વંતરી રથ શહેરમાં સવારે-સાંજે જુદા જુદા વિસ્તારમાં કાર્યરત કરેલ છે

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૬.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્રારા ધન્વંતરી રથની ટીમ આયુષ મેડિકલ ઓફિસર, M.P.H.W A.N.M અર્બન આશા દ્વારા કાર્યરત છે. ધન્વંતરી રથ નક્કી કરેલા વિસ્તારમાં આશા દ્વારા ઘરે ઘરે સર્વે તથા પલ્સ ઓક્સીમીટર દ્વારા શરીરમાં લોહીમાં ઓકસીજનનું માપ માપવામાં આવે છે. જેમાં શંકાસ્પદ જણાય અથવા તો હાઈરીસ્ક ગ્રુપ હ્રદય, કીડની, કેન્સર, ડાયાબીટીસ, બ્લડસુગર, અન્ય લાંબી બીમારીથી પીડિતને મેડિકલ ટીમ દ્વારા તપાસ કરી જરૂર જણાય તો આરોગ્ય કેન્દ્ર અથવા નિષ્ણાંત ડોકટરો પાસે રીફર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં આશા દ્વારા ૧.૩૭.૩૮૭ ઘરનો સર્વે કરીને ૩૧૦ લોકોને નિષ્ણાંત ડોકટરો પાસે રીફર કરેલ છે. નક્કી કરેલા રથના વિસ્તારમાં રોગપ્રતિકારક શક્તિ વધારતા આયુર્વેદિક ઉકાળા કે જે નિષ્ણાંત આયુર્વેદચાર્યના માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવે છે. તેનું વિતરણ કરવામાં આવે છે. આજ સુધીમાં ૩.૯૩.૮૧૦ લોકોને ઉકાળા પીવડાવેલ છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment