હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા
સુરેન્દ્રનગર જિલ્લા ના ધ્રાંગધ્રા રોટરી ક્લબ ઓફ ઘણા વર્ષોથી જનસેવા અને દિવ્યાંગો ના હિતના કાર્યો કરતી આવી છે તયારે ધ્રાંગધ્રા રોટરી ક્લબ ઓફ ના નવ નિયુક્ત પ્રેસીડન્ટ વિશાલભાઈ અઢિયા અને સેક્રેટરી કુલદીપસિંહ ઝાલા નું ધ્રાંગધ્રા દિવ્યાંગ યુનિયન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ધ્રાંગધ્રા દિવ્યાંગો ની ટિમ વિધાતા ના નિર્ણય સામે કોઈ પણ ફરિયાદ કર્યા વગર જન ઉપયોગી કાર્યોમાં ભાગીદાર બનીને સાધારણ જીવન જીવતા જન સમુદાય ને વતન અને રાષ્ટ્ર સેવા ની કેડી બતાવતી રહે છે. ત્યારે આ ટીમમાં દિવ્યાંગ યુનિયન ના પ્રમુખ તેમજ પેરા ઓલ્યામ્પિક્સ રમી ચૂકેલા સીતાબેન દેપાળા પણ હતા. સીતા બેન જિલ્લાનું રતન છે જે બરછી ફેંક, લોન્ગ વોક જેવી અનેક સ્પર્ધાઓમાં ભાગ લઇ ચુક્યા છે તેમજ અનેક દિવ્યાંગ યુવાન યુવતી ને તેઓ ટ્રેનિંગ પણ આપે છે, અને એમના દ્વારા તૈયાર થયેલ યુવાનો લાખો ના ઇનામ જીતી ચુક્યા છે. સીતાબેન ને પૂર્વ મુખ્ય મંત્રી હસ્તક એવોર્ડ મળી ચુક્યો છે સાથે અનેક વિભૂતિઓએ આશીર્વાદ આપીને સન્માન કર્યું છે ત્યારે બેન જેવી અસાધારણ ક્ષમતા અને દિવ્યાંગો ની ટિમ દ્વારા પોતાનું સન્માન થતા તયારે ધ્રાંગધ્રા રોટરી ક્લબ ઓફ ના નવ નિયુક્ત પ્રેસીડન્ટ વિશાલભાઈ અઢિયા અને સેક્રેટરી કુલદીપસિંહ ઝાલા ગડગડા બન્યા હતા સાથે પોતાની સાચી દિશામાં જનસેવા અને દિવ્યાંગો ના ઉત્કર્ષ માટેના કાર્યો વધુ થી વધુ કરવા પોતાની જાતને તૈયાર કરીશું એમ આ સન્માન થી પ્રેરણા મળી છે તેમ જણાવ્યું હતું.
રિપોર્ટર : સલીમ ઘાંચ, ધ્રાંગધ્રા