સુરત ખાતે છેલ્લા 24 કલાકમાં આ પડેલા વરસાદને પગલે વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડી

હિન્દ ન્યુઝ, સુરત

દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ હજુ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી મળતી માહિતી મુજબ દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં 6.68 ઇંચ સુરતમાં 5.88 ઇંચ વલસાડમાં 5.32 ઇંચ અને તાપીમાં 4.72 ઇંચ વરસાદ ખાબક્યો સુરત શહેરની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 5.88 ઇંચ વરસાદ પડ્યો છેલ્લા 24 કલાકમાં આ પડેલા વરસાદને પગલે વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડી છેલ્લા 24 કલાકમાં આખા શહેર 72 જેટલા વૃક્ષો ધરાશાય થયા હવે મહત્વની વાત કરીએ તો અમારી હિન્દ ન્યૂઝ ની ટીમ કતારગામમાં આવેલ તાપી નદી ઉપરના કોઝવે ની મુલાકાત લેતા ની સપાટી 5. 65 મીટર છે અને ભાઈ જનક સપાટી 6 મીટર થાય છે હાલ તો કોઝવે ચાલુ છે પરંતુ ઉપરવાસમાં વરસાદ વધારે થશે અથવા ઉકાઈ ડેમ ના કેટમેન્ટ વિસ્તારમાં વધારે વરસાદ પડશે તો તાપી નદી માં પાણીમાં વધારો થશે હાલ તો તાપી નદીના કોઝવે ઉપર સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી હતી જેમાં માછીમારી કરવા વાળા માછીમારો પણ જોવા મળ્યા હતા તંત્ર તરફથી કોઈ ગાડ અથવા વોચમેન જોવામાં આવ્યા ન હતા હાલમાં આ જગ્યા ઉપર સિક્યુરિટી અથવા પોલીસ બંદોબત જરૂરી છે તેવું જણાઈ રહ્યું હતું ઉકાઈની વાત કરીએ તો ઉકાઈ ડેમમાં હાથનોર ડેમમાંથી 3,500 q સેક અને પ્રકાશ ડેમમાંથી સાત હજાર ક્યુસેક પાણી છોડાયું આ પાણી તારીખ 30 જૂનના રોજ બપોર સમયે છોડાયું હતું જે શનિવારે સાંજે છ વાગે ઉકાઈ ડેમમાં પાણીની આવક ચાલુ થઈ હતી ત્યારે ઉકાઈ ડેમની સપાટી 315 ફૂટ નોંધાઈ હતી

રિપોર્ટર : ઘનશ્યામ બારોટ, સુરત

Related posts

Leave a Comment