સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના

હિન્દ ન્યુઝ, બોટાદ 

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી રપપ.૭૬ કરોડ રૂપિયાના કુલ ૩૦પ૦ કામોને  સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અમદાવાદ અને જામનગર એમ બે મહાનગર પાલિકા તથા બારેજા અને કરજણ નગરપાલિકાની ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારી યોજના હેઠળ મુખ્યમંત્રીએ વિકાસકામોની મંજૂરી આપી છે.

   મુખ્યમંત્રીએ અમદાવાદ મહાનગપાલિકાના સાત ઝોનમાં રૂપિયા ૧૯૫.૨૫ કરોડની મંજૂરી આપી છે જેના થકી ૫૯ હજાર પરિવારોને લાભ મળશે. આ વિકાસ કામોમાં પાવર બ્લોક-આર.સી.સી રોડ-પીવાના પાણીની પાઇપલાઇન, ડ્રેનેજ લાઇન તથા સ્ટ્રીટ લાઇટ જેવા જનહિત કામો ખાનગી સોસાયટીઓમાં હાથ ધરાશે.

આ ઉપરાંત જામનગર મહાનગર પાલિકામાં પણ રૂ. ૪૩.૮પ કરોડના અને કરજણ નગર પાલિકાના  રૂ. ર કરોડ ૭૯ લાખના ખર્ચે થનાર ૩૩ અને બરેજા નગર પાલિકામાં ૧૨ વિકાસ કાર્યોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના ઘટકમાં રસ્તાના કામો માટે રાજ્ય સરકાર, સોસાયટી અને સ્થાનિક સંસ્થા વચ્ચે કુલ ખર્ચ ૭૦:ર૦:૧૦ મુજબ ભોગવવાની જોગવાઇ કરવામાં આવેલી છે.

                  

Related posts

Leave a Comment