મહિસાગર જિલ્લાના મોટી સરસણ જનની વિધાલય ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથના વધામણા કરાયા

હિન્દ ન્યુઝ, મહીસાગર વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત મોટી સરસણ જનની વિધાલય ખાતે સંતરામપુર તાલુકા પ્રમુખ શારદાબેન પટેલીયાના અધ્યક્ષ સ્થાને રથના વધામણા કર્યા હતા. ભારતની આઝાદીના ૭પ વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સોવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસના ભાગરૂપે સમગ્ર રાજયમા ૫ મી જુલાઇથી મહીસાગર જિલ્લામાં “વંદે ગુજરાત વિકાસ યાત્રાનો” શુભારંભ થયો હતો. આ પ્રસંગે સંતરામપુર તાલુકા પ્રમુખ શારદાબેન પટેલીયા એ જણાવ્યુ કે, વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત તા.૧૯મી જુલાઇ સુધીમાં મહીસાગર જિલ્લાનના સર્વાંગી વિકાસને…

Read More

મંત્રી પ્રદિપભાઇ પરમારનો સંવેદનશીલ અભિગમ: સ્ટેજ પરથી નીચે ઉતરી દિવ્યાંગ લાભાર્થીને એસ.ટી.બસ પાસ એનાયત કર્યું

હિન્દ ન્યુઝ, બોટાદ મંત્રી પ્રદિપભાઇ પરમારે બોટાદ ખાતે સરકારી કુમાર છાત્રાલયના ખાતમુહૂર્તના કાર્યક્રમ પ્રસંગે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કર્યું હતું. ત્યારે લાભાર્થી શ્રી અશોકભાઇ રતીલાલભાઇ સાંકળિયા દિવ્યાંગ હોવાના કારણે સ્ટેજ પર જઇ શકે તેન ન હોવાથી મંત્રી પરમારે સંવેદનશીલ અભિગમ દાખવી સ્ટેજ પરથી નીચે ઉતરી દિવ્યાંગ લાભાર્થી અશોકભાઇ સાંકળિયાને ગુજરાત રાજ્યની તમામ બસોમાં વિના મૂલ્યે મુસાફરી કરી શકે તે માટે એસ.ટી.બસ પાસ એનાયત કર્યું હતું. આ કાર્યક્રમમાં દિવ્યાંગ વ્યક્તિ પ્રત્યેનો મંત્રીનો સંવેદનશીલ અભિગમ લોકોને સ્પર્શી ગયો હતો. આ ઉપરાંત પાલક વાલી યોજનાના ૨ બાળકો સાથે સંવેદનાસભર સંવાદ સાધી મંત્રીશ્રીએ…

Read More

સરકારી કુમાર છાત્રાલયનું નિર્માણ થવાથી બોટાદ જિલ્લાના અંતરિયાળ અને છેવાડાના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને પણ હવે ઘર આંગણે સુલભ સુવિધાઓનો લાભ મળી રહેશે : મંત્રી પ્રદિપભાઇ પરમાર

હિન્દ ન્યુઝ, બોટાદ ભારતના બંધારણના ઘડવૈયા અને ભારતરત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકરના આદર્શો અને મૂલ્યોને મૂર્તિમંત કરવાના ભાગરૂપે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તક બોટાદના જી.આઇ.ડી.સી, પાળીયાદ રોડ ખાતે રૂ.૬.૪૩ કરોડના ખર્ચે નિર્માણ પામનારા સરકારી કુમાર છાત્રાલયનું ખાતમૂહૂર્ત કરી તકતીનું અનાવરણ ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પ્રદિપભાઇ પરમારના વરદ હસ્તે કરાયું હતું. તેની સાથોસાથ બોટાદના નાનજી દેશમુખ ઓડીટોરીયમ હોલ, નગરપાલિકા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. મંત્રી પ્રદિપભાઇ પરમારે બોટાદ ખાતે સરકારી કુમાર છાત્રાલયના ખાતમુહૂર્તના કાર્યક્રમ પ્રસંગે ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, કોઇ પણ સમાજના વિકાસના…

Read More

અમદાવાદની સાયન્સ સીટી ખાતે આજે ઐતિહાસિક મેગા ક્વિઝ કોમ્પીટીશનનું લોન્ચિંગ મુખ્યમંત્રી કરશે

હિન્દ ન્યુઝ, બોટાદ આ “ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ” 15 અઠવાડીયા ચાલશે જેમાં અંદાજે 25લાખથી વધુ વિદ્યાથીઓ ભાગ લઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્વિઝ કોમ્પિટિશનમાં ધોરણ 9થી કોલેજ સુધીના તથા સામાન્ય નાગરીકો પણ ભાગ લઈ શકશે. પ્રથમ તબક્કામાં તાલુકા, નગરપાલિકા, વોર્ડ કક્ષાએ યોજાશે, બીજા તબક્કામાં જિલ્લા, મહાનગરપાલિકા કક્ષાએ તથા ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્યકક્ષાએ ક્વિઝ કોમ્પીટીશનનું યોજાશે. આ કોમ્પિટિશનમાં આશરે રુપિયા 25 કરોડના ઈનામોનું વિતરણ અને સ્ટડી ટુર કરાવવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દેશની સૌથી મોટી ‘ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ’નુ કરશે લોન્ચિંગ – અમદાવાદ ખાતે યોજાશે ઐતિહાસિક મેગા…

Read More

ગુજરાતમાં હવામાન વિભાગે વ્યક્ત કરેલી ભારે વરસાદની આગાહીને પગલે મુખ્યમંત્રી ના અધ્યક્ષ સ્થાને વેધર વોચ કમિટીની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ ગુજરાતમાં હવામાન વિભાગે વ્યક્ત કરેલી ભારે વરસાદની આગાહીને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ કમિટીની બેઠક યોજાઈ. જેમાં મુખ્યમંત્રીએ આફતની આગોતરી તૈયારી અંગે પ્રશાસનની કામગીરી અંગે જાણકારી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 7 થી 10 જુલાઈ દરમ્યાન ભારે થી અતિભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. આ બેઠકમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં વિવિધ જિલ્લામાં થયેલ ભારે વરસાદમાં રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરવામાં આવી. રાજ્યમાં NDRF ની 9 ટીમો તૈનાત કરવામાં આવી છે. જ્યારે SDRF ની 1 ટીમ પોરબંદર જિલ્લામાં તૈનાત કરાઈ…

Read More

રાજુલા શહેરમાં આરોગ્ય મંદિરના નિર્માણ માટે પાંચ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, રાજુલા રાજુલા શહેરમાં મહાત્માં ગાંધી આરોગ્ય મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે. આ આરોગ્ય મંદિર ની-શુલ્ક લોકોની સારવાર માટે બની રહ્યું છે. અહીં આરોગ્ય મંદિરમાં ૨૦૦ બેડની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આરોગ્ય મંદિર લોકો માટે તમામ પ્રકારની સુવિધાઓ નિઃ શુલ્ક પણે ઉપલબ્ધ રેહશે. આ આરોગ્ય મંદિરની સુખદાયી વધે ત્યારે ઝીકારભાઈ ભગવાનભાઈ વાઘ, તેમજ અરજણભાઇ સાવજભાઈ વાઘ, યાદવ ટ્રાન્સપોર્ટ રામપરા(૨)વાળા દ્વારા મહાત્માં ગાંધી આરોગ્ય મંદિરના નિર્માણ માટે પાંચ લાખનો રૂપિયાનો ચેક અર્પણ કરવામા આવ્યો હતો. આ તકે ધારાસભ્ય અંબરીષ ડેર, ટ્રસ્ટી બીપીનભાઈ લહેરી, અલ્પેશભાઈ દુધાત, ઉપસ્થિત રહ્યા…

Read More

ભાવનગરનું કરદેજ ગામ ૪૦૦ થી વધુ ટ્રકો સાથે ભાવનગરના વિકાસ રથને ખેંચી રહ્યું છે

હિન્દ ન્યુઝ, ભાવનગર આજકાલ રાજ્યભરમાં વંદે ગુજરાત વિકાસ રથ ફરી રહ્યો છે. પણ આજે આપણે એવાં ગામની વાત કરવી છે કે, જે ગામની ૪૨૫ ટ્રકોના પૈડા ગામના વિકાસ રથ સાથે ભાવનગર જિલ્લા અને તે સાથે રાજ્યના વિકાસ રથને હાંકી રહ્યાં છે. ભાવનગર જિલ્લાના ભાવનગરથી નજીકમાં જ કરદેજ ગામ આવેલું છે. આ ગામ ૭,૦૦૦ થી વધુની વસતિ ધરાવે છે. જેમાંથી મોટાભાગની વસતિ આહિરોની છે અને આ ગામના આહિરો મોટાભાગે ટ્રક ધરાવે છે. અને ટ્રાન્સપોર્ટેશન એ જ મોટા ભાગે તેમનો ફુલટાઇમ બિઝનેસ છે. બાકીના લોકો ખેતીનો વ્યવસાય કરે છે. ગામ હોય અને…

Read More

વર્ષો પહેલાં ચોમાસુ પાકનાં ફાંફાં હતા આજે ૩ વીઘા જમીનમાં કમલમની ખેતી કરતાં માલણકા ગામનાં ખેડૂત

હિન્દ ન્યુઝ, ભાવનગર   નર્મદા નીર ગામે ગામ આવી પહોંચતા ખેડૂતોને હવે ચોમાસા પર નિર્ભર રહેવું પડતું નથી. ગામમાં જ દરેક સુવિધા ખેડૂતને સરળતાથી મળી રહે તેવી ઉપલબ્ધિઓ રાજ્ય સરકાર દ્વારા સરળતાથી કરાવવામાં આવી રહી છે. વાત છે ભાવનગર નજીક આવેલા માલણકા ગામે રહેતા ખેડૂત પુત્ર શ્રી જીગરભાઈ બારૈયા કે જેમને પિતા દ્વારા એવું કહેવાતું કે, વર્ષો પહેલાં ખેતરમાં ચોમાસુ પાક લેવા માટેનાં પણ ફાંફાં હતા જ્યારે છેલ્લાં ૨૦ વર્ષમાં વિકાસ ગામડામાં પણ થયો છે નર્મદા નીર ગામડા સુધી પહોંચતા હવે ખેડૂતને વરસાદી પાણી પર નિર્ભર રહેવું પડતું નથી પરંતુ…

Read More

રાજ્યના ગામો આજે પ્રગતિના પંથે છે તેનો શ્રેય રાજ્ય સરકારને જાય છે- કરદેજના વતની શરદભાઇ જાની

હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યભરમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા ચાલી રહી છે. જેના દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ચલાવાતી યોજનાઓ અને તેનાથી જનસામાન્યને થતાં ફાયદા વિશેની માહિતી લોકોને તેમના ગામમાં જઇને આપવામાં આવી રહી છે. આવો જ એક રથ ભાવનગરના કરદેજ ગામમાં પહોચ્યોં હતો. જ્યાં ગામના નાગરિકોએ આ બધી યોજનાઓ વિશેની માહિતી રથ પર લગાવેલાં એલ.ઇ.ડી. સ્ક્રીન દ્વારા મેળવી હતી. ગામમાં છેલ્લાં ૪૨ વર્ષથી રહેતાં શરદભાઇ જાનીએ જણાવ્યું કે, રાજ્યના ગામો આજે પ્રગતિના પંથે છે તેનો શ્રેય રાજ્ય સરકારને જાય છે. રાજ્ય સરકારની પ્રજા કલ્યાણની ભાવના તેમાં પ્રતિબિંબિત થાય છે.…

Read More

શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃત્તિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્યથી ભાલ વિસ્તારનાં સવાઈનગર ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવી

હિન્દ ન્યુઝ, ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃત્તિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્યથી તા. ૦૭ જુલાઈનાં રોજ ભાલ વિસ્તારનાં સવાઈનગર ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવી હતી. જેમાં ૨૫૧ ગ્રામજનોની આરોગ્ય તપાસ, ચશ્મા વિતરણ તથા આ જ ગામની પ્રાથમિક શાળાની પુસ્તકાલય માટે ૭૫ પુસ્તકો ભેટ આપવામા આવ્યાં હતાં. આ પ્રસંગે વાઘ બકરી ટી પ્રોસેસિંગ યુનિટ દ્વારા મળેલ મેડિકલ વેનનો વિશેષ ઉપયોગથી બાળકોની લોહીમાં હિમોગ્લોબીનની તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિશુવિહારની આરોગ્ય ટીમનાં ડૉ. અરવિંદભાઈ ત્રિવેદી, રમેશભાઈ પરમાર, રેખાબહેન ભટ્ટ, પ્રીતિબહેન ભટ્ટ, દીપાબહેન જોષી તથા…

Read More