વર્ષો પહેલાં ચોમાસુ પાકનાં ફાંફાં હતા આજે ૩ વીઘા જમીનમાં કમલમની ખેતી કરતાં માલણકા ગામનાં ખેડૂત

હિન્દ ન્યુઝ, ભાવનગર

 

નર્મદા નીર ગામે ગામ આવી પહોંચતા ખેડૂતોને હવે ચોમાસા પર નિર્ભર રહેવું પડતું નથી. ગામમાં જ દરેક સુવિધા ખેડૂતને સરળતાથી મળી રહે તેવી ઉપલબ્ધિઓ રાજ્ય સરકાર દ્વારા સરળતાથી કરાવવામાં આવી રહી છે.

વાત છે ભાવનગર નજીક આવેલા માલણકા ગામે રહેતા ખેડૂત પુત્ર શ્રી જીગરભાઈ બારૈયા કે જેમને પિતા દ્વારા એવું કહેવાતું કે, વર્ષો પહેલાં ખેતરમાં ચોમાસુ પાક લેવા માટેનાં પણ ફાંફાં હતા જ્યારે છેલ્લાં ૨૦ વર્ષમાં વિકાસ ગામડામાં પણ થયો છે નર્મદા નીર ગામડા સુધી પહોંચતા હવે ખેડૂતને વરસાદી પાણી પર નિર્ભર રહેવું પડતું નથી પરંતુ દરેક ઋતુમાં પાક લઈ શકાય છે.

આ તકે ભાવનગર જિલ્લામાં માલણકા ગામે વંદે ગુજરાત વિકાસયાત્રા આવતા ખેડૂત પુત્ર જીગરભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે, આજે ગામડામાં નર્મદા નીર આવવાની સાથે ૨૪ કલાક વીજળી પણ ઉપલબ્ધ થઈ શકી છે. આમ, ગ્રામ્ય વિસ્તાર પણ વિકાસ થવાને લીધે સોનામાં સુગંધ ભળી ગઈ છે તે વાતને સાર્થક કરી શકાય.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પહેલા વરસાદી પાક નાં ફાંફાં હતા તેમજ કપાસ સિવાયનો પાક લેવામાં મુશ્કેલી થતી હતી તો આજે ૩ વિઘા ખેતરમાં કમલમ ફ્રૂટ નું વાવેતર કરવામાં આવ્યું છે આ અંગે તેમણે માર્ગદર્શન ગામમાંથી મળી ગયું હતું. આ ઉપરાંત આખું વર્ષ સિઝન મુજબનાં દરેક પાક લેવામાં સરળતા રહે છે. વંદે ગુજરાત રથ માલણકા ગામે આવતા ખેડૂતોએ રાજ્ય સરકારની ૨૦ વર્ષની સિદ્ધિમાં જાણે કે મહોર લગાવી રહ્યાં હોય એવું ફલિત થઈ રહ્યું છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment