હિન્દ ન્યુઝ, સોમનાથ શ્રાવણ માસની પૂર્ણિમા પર પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને ચંદ્ર દર્શન શૃંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ એજ સ્થાન જ્યાં ભગવાન શિવએ દક્ષ પ્રજાપતિ એ દીધેલા કુષ્ટ રોગના શાપમાં ચંદ્રદેવને શાંતિ આપીને તેના પર અમૃતવર્ષા કરી ચંદ્રને ફરી પોતાનું તેજ પુન આપ્યું હતું. અને જ્યારે જ્યારે ક્ષય ચંદ્ર પર પૂર્ણ રૂપે હાવી થાય ત્યારે સોમનાથ સ્વરૂપે શિવજી ચંદ્રને તેજ અને પ્રભા આપતા રહે છે. સોમનાથ મહાદેવ પ્રત્યે ચંદ્રની અનુકંપા દર્શાવવા માટે શિવલિંગ પર ચંદ્ર દેવની આરાધનાની પ્રતિકૃતિ તૈયાર કરી ચંદ્ર દર્શન શૃંગાર દ્વારા મહાદેવ પાસે ભક્તોને…
Read MoreDay: August 21, 2024
જામનગરના જીવાભાઈએ પોતાનું નિવૃતિ જીવન કર્યું પ્રકૃતિને સમર્પિત
હિન્દ ન્યુઝ, જામનગર ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણનું ખૂબ મહત્વ છે. હજારો વર્ષો પહેલા, ભારતીય ઋષિ-મુનિઓએ માનવ જીવનના કલ્યાણ અને સુખ માટે પર્યાવરણ અને પ્રકૃતિના સાનિધ્યનું મહત્વ સમજ્યું હતું. ભારતીય સંસ્કૃતિનો આધાર વૈદિક યુગ રહ્યો છે, અને તેનો પ્રાથમિક સ્ત્રોત વેદો છે. વેદોના અભ્યાસ પરથી જાણવા મળે છે કે પર્યાવરણના મહત્વ અને તેના રક્ષણ વિશે ઘણી જાગૃતિ હતી. ત્યારે લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય અને વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર કરે તે માટે ગુજરાત સરકાર દ્વારા પણ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ સમગ્ર રાજ્યમાં વન મહોત્સવની ઉજવણી…
Read Moreશ્રાવણ કૃષ્ણ એકમ પર શ્રી સોમનાથ મહાદેવને દ્વાદશ જ્યોતિર્લિંગ શ્રૃંગાર
હિન્દ ન્યુઝ, સોમનાથ શ્રાવણ કૃષ્ણ એકમ પર સોમનાથ મંદિરના ગર્ભગૃહમાં દ્વાદશ જ્યોતિર્લિંગ શૃંગાર કરવામાં આવ્યો હતો. જેમાં ભક્તો શ્રી સોમનાથ મહાદેવ સહિત તમામ દ્વાદશ જ્યોતિર્લિંગના એક સાથે દર્શન કરી ધન્ય થયા હતા. ભક્તોને દેશભરમાં પ્રવાસ વગર બધા જ્યોતિર્લિંગના દર્શન કરવાનો અવસર મળ્યો હતો. અંદાજિત 12,500 થી વધુ કિલોમીટરના પ્રવાસ બાદ થનાર દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન એકીસાથે સોમનાથમાં થતાં ભાવિકો ભાવવિભોર થયા હતા. સનાતન સંસ્કૃતિમાં કહેવાયું છે કે દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન કરનાર ભક્તને મોક્ષ પ્રાપ્ત થાય છે. ત્યારે સોમનાથ મહાદેવને દ્વાદશ જ્યોતિર્લિંગ શણગાર કરીને શિવજી પાસે સમગ્ર વિશ્વના કલ્યાણની કામના…
Read More