હિન્દ ન્યુઝ, સોમનાથ
શ્રાવણ માસની પૂર્ણિમા પર પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને ચંદ્ર દર્શન શૃંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ એજ સ્થાન જ્યાં ભગવાન શિવએ દક્ષ પ્રજાપતિ એ દીધેલા કુષ્ટ રોગના શાપમાં ચંદ્રદેવને શાંતિ આપીને તેના પર અમૃતવર્ષા કરી ચંદ્રને ફરી પોતાનું તેજ પુન આપ્યું હતું. અને જ્યારે જ્યારે ક્ષય ચંદ્ર પર પૂર્ણ રૂપે હાવી થાય ત્યારે સોમનાથ સ્વરૂપે શિવજી ચંદ્રને તેજ અને પ્રભા આપતા રહે છે. સોમનાથ મહાદેવ પ્રત્યે ચંદ્રની અનુકંપા દર્શાવવા માટે શિવલિંગ પર ચંદ્ર દેવની આરાધનાની પ્રતિકૃતિ તૈયાર કરી ચંદ્ર દર્શન શૃંગાર દ્વારા મહાદેવ પાસે ભક્તોને શીતળતા આપી તેઓનું દુઃખ પણ ચંદ્રદેવની જેમ દૂર કરી ભક્તોનું કલ્યાણ કરવાની કામના કરવામાં આવી હતી.