વેરાવળમાં જન્માષ્ટમીના તહેવારોમાં જરૂરીયાતમંદ પરિવારોને ફરસાણ મીઠાઈ નું વિનામૂલ્યે વિતરણ થયું

હિન્દ ન્યુઝ, પ્રાચી 

    આજ રોજ તા. ૨૨/૮/૨૦૨૪ ના રોજ વેરાવળમાં નાના અને જરૂરીયાતમંદ પરિવારો અન્ય પરિવારોની જેમ સૌની સાથે રંગેચંગે જન્માષ્ટમીના તહેવારો ઉજવી શકે માટે વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ અને વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડા તથા સામાજિક કાર્યકર્તા એવા ગરીબોના શુભ ચિંતક મનીષભાઈ અભાણી દ્વારા જરૂરીયાતમંદ નાના પરિવારોમાં ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું.

    ગીર સોમનાથ જિલ્લાના વડું મથક વેરાવળ શહેરમાં રહેતા આર્થિક રીતે નાના પરિવારોને જન્માષ્ટમી નાં તહેવારો દરમિયાન ઉપયોગી થવાની પરંપરા સેવાભાવી લોકોએ આ વર્ષે પણ જાળવી રાખતા પરોપકારી અગ્રણીઓની માનવસેવાને સૌએ ઉમળકાભેર આવકારી હતી. માનવ સેવા કાર્ય પ્રસંગે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ અને ગરીબોનાં મસીહા જીતુભાઈ કુહાડા, મનીષભાઈ અભાણી, તેમના પુત્ર હેરીરાજ આભાણી, રમેશભાઈ હરસોલા, પ્રકાશભાઈ માલમડી, વિજયભાઈ વાળા તેમજ ગરીબ માનવ સેવા મંડળ ના સેવાભાવી સ્વયં સેવકો હાજર રહ્યાં હતા.

રિપોર્ટ : દિપક જોષી, પ્રાચી (ગીર સોમનાથ)


Related posts

Leave a Comment