હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી તથા વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો, મ્યુનિસિપલ કમિશ્નરો તથા જિલ્લા અધિકારીઓ પાસેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તલસ્પર્શી વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળાંતર તેમજ પાણીમાં ફસાયેલા લોકોના રેસ્ક્યુ કરવાની બાબતને અગ્રતા આપવા માટે તાકીદ કરતાં જિલ્લા કલેક્ટરઓ અને મ્યુનિસિપલ કમિશ્નરઓને મનુષ્ય જીવન અને પશુધનની જાનહાની ના થાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. આ સંદર્ભે મુખ્યમંત્રીએ NDRF,…
Read MoreDay: August 26, 2024
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર સોમનાથ મહાદેવને શ્રીકૃષ્ણ જન્મોત્સવ દર્શન શ્રૃંગાર
હિન્દ ન્યુઝ, સોમનાથ શ્રાવણ કૃષ્ણ અષ્ટમી એટલે કે જન્માષ્ટમી પર સોમનાથ મહાદેવને શ્રી કૃષ્ણ જન્મોત્સવ શૃંગાર કરવામાં આવ્યો હતો. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી એટલે વિશ્વભરમાં વસતા સનાતન ધર્મીઓ માટે આનંદ ઉમંગ અને ઉત્સાહનો પર્વ, ત્યારે જે ભૂમિ પર ભગવાન કૃષ્ણએ સ્વયં નિજધામ પ્રસ્થાન કર્યું અને જ્યાં દેવાધીદેવ સોમનાથ મહાદેવ બિરાજતા હોય તે હરિહર ક્ષેત્ર પ્રભાસ તીર્થમાં શ્રીસોમનાથ મંદિરમાં ગર્ભગૃહમાં શ્રી કૃષ્ણ જન્મનો પ્રસંગ તૈયાર કરવામાં આવ્યો હતો. નંદબાબા બાલકૃષ્ણને યમુના નદી પાર કરાવી રહ્યા હોય તેવું દ્ર્શ્ય રચવામાં આવ્યું હતું તેમજ શ્રી સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગ પર ચંદનના લેપ વડે…
Read Moreગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ-ગાંધીનગર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ
હિન્દ ન્યુઝ, ગુજરાત હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને રાજ્યમાં આગામી દિવસોમાં અતિ ભારે વરસાદ તથા વીજ ગર્જનાને પરિણામે સર્જાનાર પરિસ્થિતિને પહોંચી વળવા તકેદારીના ભાગરૂપે રાજ્યના નાગરિકોને નીચે મુજબના પગલા લેવા ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ-ગાંધીનગર દ્વારા અનુરોધ કરાયો છે. પૂરની સ્થિતિ પહેલાં આટલી સાવચેતી રાખીએ… • અફ્વા ફેલાવવી નહિ, શાંત રહેવું, ગભરાવવું નહીં • સ્થાનિક વહીવટીતંત્રના સંપર્કમાં રહી તેમની સૂચનાઓનું પાલન કરવું. • આસપાસમાં સૌથી નજીકના સલામત સ્થળે પહોંચવાનો સલામત માર્ગ જાણવો. • હવામાન અને પૂરની ચેતવણીની અદ્યતન માહિતી માટે રેડિયો સાંભળવો કે ટેલિવિઝન નિહાળવું. • તમારા મોબાઈલ…
Read Moreજામનગર જિલ્લામાં ભારે વરસાદના પરિણામે ૬ રસ્તાઓ બંધ
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લામાં છેલ્લા બે દીવસથી સાર્વત્રિક અને ભારે વરસાદના પરિણામે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના ૬ રસ્તાઓ હાલ બંધ છે. આ છ રસ્તાઓ જેમાં નાની માટલી મોટી માટલી રોડ પર વરસાદના કારણે નદીમાં પુર આવવાથી કોઝ વે ધોવાણ થવાના કારણે રસ્તો બંધ થયેલ છે. સુમરા પિપરટોડા રોડ, રવસીયા હંસ્થળ રામપર રોડ, કાલાવડ મોરીદડ દડવી રોડ, કાલમેઘડા અનીડા રોડ, નાની વાવડી લક્ષમીપુર ગોલણીયા રોડ ઓવર ટોપીંગ થવાના કારણે બંધ છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આજે પણ જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી…
Read Moreશ્રાવણ કૃષ્ણ સપ્તમી પર સોમનાથ મહાદેવને સૂર્ય દર્શન શ્રૃંગાર કરાયો
હિન્દ ન્યુઝ, સોમનાથ સોમનાથ મહાદેવને શ્રાવણ કૃષ્ણ સપ્તમીના અવસરે સૂર્ય દર્શન શૃંગાર કરવામાં આવ્યો હતો. શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ પર સૂર્યદેવની પ્રતિકૃતિ તેમજ ગુલાબ, ગલગોટા, સહિતના પુષ્પો અને હાર દ્વારા આ વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. અર્થવેદ અને સૂર્યોપનિષદ અનુસાર સૂર્ય પરબ્રહ્મ છે. ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન ભાસ્કરનું તેજ અગિયાર હજાર કિરણો સાથે પૃથ્વી ને પ્રાપ્ત થાય છે. સૂર્યની ઊર્જા સંસારના જીવનચક્ર ને ચલાવે છે અને ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય આપે છે. ભગવાન સૂર્ય પંચ દેવો પૈકીના એક છે. સૂર્યદેવને પ્રકાશ અને ઉર્જાના દેવતા માનવામાં…
Read More