હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના અલંગ ખાતે શીપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (SRIA) દ્વારા આયોજિત સન્માન સમારોહમાં સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પમાં પોર્ટ લેડ ડેવલોપમેન્ટ અને શિપ રિસાયક્લીંગ ઉદ્યોગોના વિકાસથી વિકસિત ગુજરાત બનાવવાનો રાજ્ય સરકારનો ધ્યેય છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં ગુજરાતે કાર્ગો પોર્ટ સંચાલન, સી-ફૂડ ઉત્પાદન અને શિપ રિસાઇક્લીંગ ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ કર્યો છે. આવનારા સમયમાં અલંગ ખાતે ગ્રીન શિપ રિસાયકલીંગને પ્રોત્સાહન આપીને કાર્બન ફૂટપ્રિન્ટમાં લગભગ ૯૦% ઘટાડો કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે. એમ તેમણે ઉમેર્યું હતું. વાયબ્રન્ટ ગુજરાત…
Read MoreDay: August 24, 2024
ભાવનગર જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ. ૩૧૦ કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરની એક દિવસની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઝવેરચંદ મેઘાણી ઓડિટરીયમ ખાતેથી ભાવનગર જિલ્લામાં રૂ.૩૧૦ કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આવાસ યોજના અને રીડેવલપમેન્ટ થયેલા મકાનના લાભાર્થી બહેનોને મુખ્યમંત્રીએ પ્રતિકાત્મક ચાવી અર્પણ કરી ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ના હસ્તે કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા મકાનની ફાળવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતી કવિ નર્મદને યાદ કરી ગુજરાતી ભાષા દિવસની રાજ્યવાસીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, આજે ભાવનગરના ૧૯૦૦ જેટલા પરિવારોને આવાસ અને જિલ્લાને કુલ રૂ. ૩૧૦ કરોડના…
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભાવનગર એરપોર્ટ ખાતે ભાવસભર સ્વાગત
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભાવનગર એરપોર્ટ પર ભાવસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાવનગર એરપોર્ટ ખાતે મેયર ભરતભાઈ બારડ, કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા, ધારાસભ્ય સર્વ જીતુભાઈ વાઘાણી, શ્રીમતી સેજલબેન પંડયા, જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ કલેકટર જી. એચ. સોલંકી, મ્યુનિસિપલ કમિશ્નર સુજીત કુમાર, રેન્જ આઇ. જી. ગૌતમભાઈ પરમાર, પ્રોબેશનરી આઇ. એ. એસ.અધિકારી આયુષી જૈન, આગેવાન અભયસિંહ ચૌહાણ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓએ અને અન્ય મહાનુભાવોએ ભાવસભર સ્વાગત કર્યુ હતુ.
Read More૨૪ ઓગસ્ટ આજે “વિશ્વ ગુજરાતી દિવસ”
હિન્દ ન્યુઝ, પ.પૂ.શ્રી મોરારી બાપુ એ ખરેખર ખૂબ સાચું કહ્યું છે કે ‘અંગ્રેજી કામની ભાષા હોય તો તેની પાસેથી કામવાળી ની જેમ કામ લેવાય ‘ કામવાળી અને ગૃહિણી માં જે તફાવત છે એ તફાવત અંગ્રેજી અને ગુજરાતીમાં છે. અંગ્રેજીને તેના સ્થાને રાખવામાં આવે એજ ઉત્તમ છે . વીર કવિ નર્મદ ની બે લીટી….. મને ફાંકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી.. પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે. પારસી કવિ શ્રી અરદેશર ફરમાજી ખબરદાર કે જેમને આ સુંદર કવિતા રચી…. જ્યારે જ્યાં વસે એક ગુજરાતી,…
Read More