હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લામાં એનડીઆરએફ, એસડીઆરએફ, મરીન ટાસ્ક ફોર્સની 1-1 ટીમ, આર્મીની 3 ટુકડીઓ રેસ્ક્યૂ માટે કાર્યરત, 12 લોકોને એરલિફ્ટ કરાયા, 450 લોકોનું સલામત રીતે રેસ્ક્યૂ તેમજ 2 લાખ જેટલા ફૂડપેકેટ્સનું વિતરણ કરાયું. જામનગર જિલ્લામાં પડેલ ભારે વરસાદના કારણે ઊભી થયેલ સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગર ખાતે આવી પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ એરપોર્ટ મિટિંગ હોલ ખાતે જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. અતિવૃષ્ટિના પરિણામે જામનગર જિલ્લામાં સર્જાયેલી સ્થિતિ અંગે કલેકટર બી. કે. પંડ્યા અને કમિશનર ડી. એન. મોદીએ મુખ્યમંત્રીને વિગતો આપી…
Read MoreDay: August 29, 2024
ગીર સોમનાથ જિલ્લાના ત્રણ ડેમ ૧૦૦ ટકા ભરાયા
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સમગ્ર રાજ્યની સાથે જ ગીર સોમનાથ જિલ્લામાં પણ ગત ત્રણ દિવસથી સર્વત્ર મેઘમહેર થઈ રહી છે. જિલ્લામાં પડેલા વરસાદને કારણે હિરણ-૧, અને હિરણ-૨ તેમજ મચ્છુન્દ્રી ડેમ ૧૦૦ ટકા ભરાયા છે. જિલ્લાના કુલ પાંચ ડેમમાંથી તાલાલા તાલુકાનો હિરણ-૧ અને હિરણ-૨ ડેમ ૧૦૦ ટકા ભરાયા છે. જ્યારે ગીર ગઢડા તાલુકાનો મચ્છુન્દ્રી ડેમ પણ ૧૦૦ ટકા છલોછલ થયો છે. જ્યારે ગીરગઢડા તાલુકાનો રાવલ ડેમ ૯૭ ટકા અને શિંગોડા ડેમ ૯૦ ટકા જેટલા ભરાયા છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈને જો પાણીનો પ્રવાહ વધે તો ડેમના દરવાજા…
Read Moreસરકારી વિજ્ઞાન કોલેજ વેરાવળ દ્વારા “વિશ્વસ્તરે ભારતીય વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોના યોગદાન” વિષય પર વિશેષ વ્યાખ્યાન યોજાયું
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સરકારી વિજ્ઞાન કોલેજ, વેરાવળના આચાર્ય ડૉ. સ્મિતા.બી.છગના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન ગુર્જરીના સહયોગથી સરકારી વિજ્ઞાન કોલેજમાં “વિશ્વસ્તરે ભારતીય વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોનું યોગદાન” વિષય પર વિશેષ વ્યાખ્યાન યોજાયું હતું. “સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ ૨૦૨૪”ના ભાગરૂપે આયોજિત આ વ્યાખ્યાનમાં ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દ્વારા ભારતીય વિજ્ઞાનના વૈશ્વિક યોગદાનને બીરદાવવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક શોધ અને અન્વેષણમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. આ સેમિનારમાં વૈશ્વિક વૈજ્ઞાનિક વિકાસમાં ભારતીય વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોના યોગદાન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ડૉ. સુકાંતકુમાર સેનાપતિ…
Read Moreગીર સોમનાથ જિલ્લાના ૬ તાલુકામાં સરેરાશ ૩૭ ઇંચ જેટલો વરસાદ નોંધાયો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ ૬ તાલુકામાં સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ ૩૭ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાલાલા તાલુકામાં ૫૧.૫૨ ઇંચ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે સિઝનના અત્યાર સુધીના વરસાદના આંકડા જોઇએ તો ગીરગઢડા તાલુકામાં ૨૭.૫૨ ઇંચ, તાલાલા તાલુકામાં ૫૧.૫૨ ઇંચ, વેરાવળ-પાટણ તાલુકામાં ૪૫.૯૨ ઇંચ, સુત્રાપાડા તાલુકામાં ૪૦.૮૪ ઇંચ, કોડિનાર તાલુકામાં ૩૪.૮૮ ઇંચ અને ઊના તાલુકામાં ૨૪.૧૬ ઇંચ વરસાદ નોંધાયો છે. આમ, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના કંટ્રોલ રૂમમાં તા.૨૯-૦૮-૨૦૨૪ના બપોરના ૨ વાગ્યા સુધીમાં જિલ્લામાં કુલ…
Read Moreવરસાદની સ્થિતિને અનુલક્ષી કંટ્રોલરૂમની તમામ ફરિયાદનો તાત્કાલિક નિકાલ કરતું વહીવટી તંત્ર
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઈને ગીર સોમનાથ જિલ્લા વહિવટી તંત્ર સતત સતર્ક રહ્યું હતું. જિલ્લા, તાલુકા, નગરપાલિકા અને વિવિધ વિભાગોના કંટ્રોલરૂમને મળેલી ફરિયાદનો સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈને ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર પણ સજાગ રહ્યું હતું. જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કટોકટીની પળોમાં રાહત-બચાવ અને અગમચેતીના ભાગરૂપે વહીવટી તંત્રએ સતર્ક રહી સરાહનીય કામગીરી કરી હતી. સાવચેતીના ભાગરૂપે શાળા-કોલેજોમાં બે દિવસની રજા જાહેર કરવામાં આવી હતી અને જિલ્લા, તાલુકા, નગરપાલિકા અને વિવિધ…
Read Moreજિલ્લાના સ્ટેટ હાઈવે પર વૃક્ષ ધરાશાયી થાય તો ત્વરિત કામગીરી માટે કંટ્રોલરૂમ કાર્યરત
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. અવિરત વરસાદના કારણે અનેક જગ્યાઓએ જમીન પોચી પડવાથી રોડ પર વૃક્ષો જમીનદોસ્ત થવાની ઘટનાઓ બની હતી. માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી દાખવતાં જમીનદોસ્ત થયેલા વૃક્ષોને ખસેડી અને તમામ સ્થળો પર વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો. સ્ટેટ હાઇવે પર ઉપર પડેલા વૃક્ષોને દૂર કરીને ટ્રાફિકને તાત્કાલિક ખુલ્લો કરી શકાય તે માટે માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા વેરાવળ અને કોડિનાર ડિવિઝન ખાતે કંટ્રોલરૂમ કાર્યરત કરી સંપર્ક…
Read Moreકોડિનાર નગરપાલિકા દ્વારા સાફ-સફાઈની કામગીરી
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહીના કારણે જિલ્લામાં વિવિધ જગ્યાઓએ વરસાદ પડ્યો હતો. વરસાદ બંધ થતાં જ કોડિનાર નગરપાલિકા દ્વારા જુદા-જુદા વિસ્તારમાં સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. વરસાદના કારણે શહેરના છારા ઝાપા, મુખ્ય બજાર, બસસ્ટેશન, દરગાહ દરવાજા સહિત જુદા જુદા વિસ્તારોમાં જેસીબી દ્વારા કાદવ-કિચડ સાફ કરવામાં આવી રહ્યો છે અને સફાઈ કામદારો દ્વારા સ્વચ્છતાની કામગીરી થઈ રહી છે. નાગરિકોનું આરોગ્ય જળવાઈ રહે અને મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે શહેરના જુદા જુદા ગામતળ તથા સોસાયટી વિસ્તારોમાં દવાનો છંટકાવ…
Read Moreછોટાઉદેપુર જિલ્લામાં વરસાદમાં ધોવાયેલા માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ ચાલુ
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના પરિણામે ધોવાયેલા માર્ગોનું સમારકામ કરી વાહન વ્યવહાર પૂર્વવત કરવા માટે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયાના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં નેશનલ હાઈવે ઓથોરિટી, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયત દ્વારા નુકસાન થયેલા માર્ગોના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અન્વયે છોટાઉદેપુર-ઝોઝ-કેવડી રોડ, નસવાડી ટાઉન, કવાંટ-છોટાઉદેપુર રોડ અને કવાંટ-રેણધા રોડનું સમારકામ કરવામાં આવ્યું છે.
Read Moreછોટાઉદેપુરથી અલીરાજપુર જતા ઓરસંગ નદી ઉપર આવેલ બ્રિજમાં પડેલા ગાબડાનું પુરાણ કરાયું
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુરથી અલીરાજપુર જતા ઓરસંગ નદી ઉપર આવેલા બ્રિજ ઉપર ભુવો પડવાના લીધે ગાબડું પડ્યું હતું. જેના પગલે બ્રિજ પરના વાહન વ્યવહારને વન વે કરવામાં આવ્યો હતો. આ ગાબડાનું યુદ્ધના ધોરણે પુરાણ કરવામાં આવ્યું છે.
Read Moreભારે વરસાદ બાદ છોટાઉદેપુર જિલ્લામાં ખેત પાકોની પરિસ્થિતિ જાણવા ખેતીવાડી વિભાગની ૫૯ ટીમ દ્વારા સર્વે હાથ ધરાયો
હિન્દન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લામાં વીતેલા થોડા દિવસમાં ભારે વરસાદ પડતા ખેતરોમાં ઉભા પાકની પરિસ્થિતિ જાણવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારી ના માર્ગદર્શન તાલુકા/ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક – વિસ્તરણ અધિકારી ની ૫૯ ટીમ બનાવવામાં આવી છે. આ તમામ ટીમ દ્વારા સર્વે હાથ ધરીને વાસ્તવિકતાલક્ષી રિપોર્ટ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લામાં વધુ વરસાદને કારણે પાકની પરિસ્થિતિનો પ્રાથમિક અંદાજ મેળવવા જિલ્લા ખેતીવાડી અધિકારી, મદદનીશ ખેતી નિયામક, વિસ્તરણ અધિકારી, ગ્રામ સેવકશ્રી તેમજ ખેતીવાડી વિભાગના ક્ષેત્રીય સ્ટાફ દ્વારા ખેતરોની મુલાકાત લઇ ખેતરમાંથી વધારાના પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવા અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં…
Read More