કોડિનાર નગરપાલિકા દ્વારા સાફ-સફાઈની કામગીરી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

        ગીર સોમનાથ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહીના કારણે જિલ્લામાં વિવિધ જગ્યાઓએ વરસાદ પડ્યો હતો. વરસાદ બંધ થતાં જ કોડિનાર નગરપાલિકા દ્વારા જુદા-જુદા વિસ્તારમાં સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે.

વરસાદના કારણે શહેરના છારા ઝાપા, મુખ્ય બજાર, બસસ્ટેશન, દરગાહ દરવાજા સહિત જુદા જુદા વિસ્તારોમાં જેસીબી દ્વારા કાદવ-કિચડ સાફ કરવામાં આવી રહ્યો છે અને સફાઈ કામદારો દ્વારા સ્વચ્છતાની કામગીરી થઈ રહી છે.

નાગરિકોનું આરોગ્ય જળવાઈ રહે અને મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે શહેરના જુદા જુદા ગામતળ તથા સોસાયટી વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. અને નગરપાલિકા દ્વારા પાણીજન્ય રોગો ઉત્પન્ન ન થાય તે ધ્યાને લઈ શહેરમાં પીવાના પાણીના સ્ત્રોતોમાં કલોરિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે.

Related posts

Leave a Comment