હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
સમગ્ર રાજ્યની સાથે જ ગીર સોમનાથ જિલ્લામાં પણ ગત ત્રણ દિવસથી સર્વત્ર મેઘમહેર થઈ રહી છે. જિલ્લામાં પડેલા વરસાદને કારણે હિરણ-૧, અને હિરણ-૨ તેમજ મચ્છુન્દ્રી ડેમ ૧૦૦ ટકા ભરાયા છે.
જિલ્લાના કુલ પાંચ ડેમમાંથી તાલાલા તાલુકાનો હિરણ-૧ અને હિરણ-૨ ડેમ ૧૦૦ ટકા ભરાયા છે. જ્યારે ગીર ગઢડા તાલુકાનો મચ્છુન્દ્રી ડેમ પણ ૧૦૦ ટકા છલોછલ થયો છે.
જ્યારે ગીરગઢડા તાલુકાનો રાવલ ડેમ ૯૭ ટકા અને શિંગોડા ડેમ ૯૦ ટકા જેટલા ભરાયા છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈને જો પાણીનો પ્રવાહ વધે તો ડેમના દરવાજા વધુ ખોલવામાં આવી શકે છે. જેથી નીચાણવાણા વિસ્તારમાં રહેતાં લોકોને સાવચેત રહેવા તેમજ નદીના પટમાં પોતાના ઢોર-ઢાંખરને ન લઈ જવા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.