શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ દ્વારા તા. ૧૮/૮/૨૦૨૦ના રોજ “નવી શિક્ષણ નીતિ અને સંસ્કૃત” વિષય પર ઓનલાઇન પરિચર્ચા કાર્યક્રમ યોજાયો હતો

સોમનાથ,

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે નવી શિક્ષણ નીતિમાં સંસ્કૃત ભાષા માટે કેટલી તકો રહેલી છે તથા સંસ્કૃતમાં આગળ અધ્યયન કરીને કયા ક્ષેત્રમાં પ્રગતિ થઈ શકે છે? એ બાબતે વિચાર વિમર્શ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે કુલપતિ પ્રો. ગોપબંધુ મિશ્ર ઉપસ્થિત રહ્યાં હતાં. માર્ગદર્શક તરીકે તથા મુખ્ય વક્તા તરીકે સંસ્કૃત સંવર્ધન પ્રતિષ્ઠાનના ન્યાસી તેમજ પદ્મશ્રી પુરસ્કાર સન્માનિત શ્રી ચમૂકૃષ્ણ શાસ્ત્રી ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે નવી શિક્ષણ નીતિ અને સંસ્કૃત વિષય પર માર્ગદર્શન આપ્યું અને સંસ્કૃત અધ્યાપકોના પ્રશ્નોનું સમાધાન કર્યું. આ કાર્યક્રમનું આયોજન અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ ડૉ. લલિતકુમાર પટેલ તથા કોલેજના આચાર્ય ડૉ. નરેન્દ્રકુમાર પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે કુલસચિવ ડૉ. દશરથ જાદવ દ્વારા આભારવિધિ કરવામાં આવી. કાર્યક્રમનું સંયોજન પ્રો. વિનોદ કુમાર ઝા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના અધ્યાપકોએ તેમજ સંસ્કૃતના વિદ્વાનોએ હાજરી આપી હતી. કાર્યક્રમ ઓનલાઇન વેબેક્સ દ્વારા આયોજિત થયો હતો. કાર્યક્રમનું સંચાલન ડૉ. લલિતકુમાર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment