જામનગર જિલ્લા હોમગાર્ડઝ દળના સભ્યોએ સફાઈ અભિયાનમાં ભાગ લીધો

હિન્દ ન્યુઝ, જામનગર 

રાજ્ય સરકારની સુચના મુજબ સમગ્ર જામનગર જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત જાહેર સ્થળોએ, સરકારી કચેરીઓની આસપાસ, મંદિરો પાસે, સ્કુલોમાં વગેરે જગ્યાએ દરરોજ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે છે. 

જિલ્લા કલેકટર બી.કે.પંડયાના માર્ગદર્શન અનુસાર અને જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટના નેતૃત્વ હેઠળ જામનગર શહેર હોમગાર્ડઝ યુનિટ કચેરીઓના હોમગાર્ડઝ સભ્યોએ લાલ બંગલાની અંદર ફેમિલી કોર્ટ, જિલ્લા કલેકટરના આવાસની આસપાસનો વિસ્તાર, જુની આર.ટી.ઓ. કચેરી, એલ.સી.બી. કચેરી આસપાસના વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. 

Related posts

Leave a Comment