હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ ૬ તાલુકામાં સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ ૩૭ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાલાલા તાલુકામાં ૫૧.૫૨ ઇંચ વરસાદ નોંધાયો છે.
ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે સિઝનના અત્યાર સુધીના વરસાદના આંકડા જોઇએ તો ગીરગઢડા તાલુકામાં ૨૭.૫૨ ઇંચ, તાલાલા તાલુકામાં ૫૧.૫૨ ઇંચ, વેરાવળ-પાટણ તાલુકામાં ૪૫.૯૨ ઇંચ, સુત્રાપાડા તાલુકામાં ૪૦.૮૪ ઇંચ, કોડિનાર તાલુકામાં ૩૪.૮૮ ઇંચ અને ઊના તાલુકામાં ૨૪.૧૬ ઇંચ વરસાદ નોંધાયો છે.
આમ, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના કંટ્રોલ રૂમમાં તા.૨૯-૦૮-૨૦૨૪ના બપોરના ૨ વાગ્યા સુધીમાં જિલ્લામાં કુલ સરેરાશ ૩૭ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
ગીર સોમનાથ જિલ્લાના પ્રત્યેક તાલુકામાં આ મોસમનો કુલ વરસાદની પરિસ્થિતિ જોઈએ તો જિલ્લામાં સૌથી વધુ વરસાદ તાલાલા તાલુકામાં ૫૧.૫૨ ઇંચ નોંધાયો છે, જ્યારે ઊના તાલુકામાં સૌથી ઓછો ૨૪.૧૬ ઇંચ વરસાદ નોંધાયો છે.