આદિવાસી સમાજે હંમેશા પ્રકૃતિ અને સંસ્કૃતિનું જતન કર્યું છે – અન્ન અને નાગરિક પુરવઠા રાજય મંત્રી ભીખુસિંહજી પરમાર

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અંત્યોદયથી સર્વોદયના સંકલ્પ સાથે આદિવાસી સમાજના કલ્યાણ માટે રાજય સરકાર સંકલ્પબદ્ધ છે. સંયુકત રાષ્ટ્ર સંઘની મહાસભાએ વર્ષ ૧૯૯૪થી પ્રતિ વર્ષ ૯ ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ મનાવવાનો નિર્ણય લીધો હતો, ત્યારથી સમગ્ર વિશ્વમાં ૯ ઓગષ્ટના દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત ૧૩૭-છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારમાં છોટાઉદેપુર ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજય મંત્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. મંત્રીએ શ્રી બિરસામુંડા અને આદિવાસી દેવ-દેવતાઓનું પુજન કરી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની અને જન નાયક બિરસમુંડાએ બિહાર અને ઝારખંડમાં અંગ્રેજો…

Read More

પ્રાચી (તીર્થ) ખાતે ‘મોક્ષ પીપળો’ તેમજ ‘સરસ્વતી ઘાટ’ આવતા યાત્રીકોના નજરમાં આવે એવા બોર્ડ મૂકવામાં આવ્યા 

હિન્દ ન્યુઝ, પ્રાચી      ‘સો વાર કાશી, એક વાર પ્રાચી’, એવા પ્રાચી તીર્થ માં હાલ ચાલી શ્રાવણ માસ (પિતૃ માસ) નિમિતે જગ વિખ્યાત પ્રાચી તીર્થ ધામ “મોક્ષ પીપળા” ને પાણી રેડવા તેમજ પિતૃ તર્પણ માટે મોટી સંખ્યામાં યાત્રીઓનો ઘસારો રહેતો હોય તથા સુપ્રસિદ્ધ યાત્રા ધામ પ્રાચી ખાતે આવેલ અતિ પ્રાચીન “મોક્ષ પીપળો” તેમજ “સરસ્વતી ઘાટ” દરેક યાત્રીકોના નજરમાં આવે એવો બોર્ડ મૂકવામાં આવેલ છે. આ બોર્ડ જોઈને પ્રાચી “મોક્ષ પીપળા” એ તેમજ મંદિરે દર્શન કરવા સરળ બનશે.      આ તકે હિરેનભાઈ પંડ્યા, અજયભાઈ જાની, રાજુભાઈ જોષી, દિલીપભાઇ વ્યાસ, ખંજનભાઈ…

Read More

શ્રાવણના ચોથા દિવસે સોમનાથ મહાદેવને “શ્રીગણેશ દર્શન” શૃંગાર કરાયો

હિન્દ ન્યુઝ, સોમનાથ       શ્રાવણ માસની શુક્લ ચતુર્થી એટલેકે વિનાયક ચતુર્થી પર સોમનાથ મહાદેવને શ્રી ગણેશ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ પર ગણેશજીની પ્રતિકૃતિ તૈયાર કરી વિવિધ પુષ્પો, ચંદન સહિતના દ્રવ્યોથી મહાદેવને આભૂષિત કરવામાં આવેલ. શ્રાવણ માસ ભગવાન શિવને સમર્પિત છે અને વિનાયક ચતુર્થી ગણેશજીનો આરાધના દિવસ છે. ત્યારે શ્રાવણ માસની વિનાયક ચતુર્થી પર સોમનાથ મહાદેવના ગણેશ દર્શન શૃંગારમાં બંને દેવતાઓના એક સાથે દર્શન કરવાનો વિશેષ લાભ ભાવિકોને મળ્યો હતો. જ્યોતિર્લિંગ પર શ્રીગણેશ શૃંગારમાં મહાદેવ અને શ્રીગણેશ બંનેના સંયુક્ત દર્શન મેળવવાથી ભક્તોને દરેક કાર્યમાં સફળતા મળે…

Read More

શ્રાવણના ત્રીજા દિવસે શ્રી સોમનાથ મહાદેવને ભસ્મ શૃંગાર

હિન્દ ન્યુઝ, સોમનાથ શ્રાવણના ત્રીજા દિવસે શુક્લ ત્રીજની તિથિ પર સોમનાથ મહાદેવને વિશેષ ભસ્મ દર્શન શ્રૃંગાર કરવામાં આવ્યો હતો સોમનાથ મહાદેવને ભસ્મ દર્શન શ્રૃંગાર એક પ્રાચીન પૂજાવિધિ છે. આ દરમિયાન શ્રી સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગને યજ્ઞભસ્મથી શણગારવામાં આવે છે.  શાસ્ત્રોમાં ભસ્મને વૈરાગ્ય અને નિર્મોહનું પ્રતિક કેહવાના આવેલ છે. માનવામાં આવે છે કે આ ભસ્મથી લેપ કરેલ શિવલિંગના દર્શનથી મનુષ્ય મોહમાયાના દંભ માંથી મુક્ત થઈ શિવત્વ ની અનુભૂતિ કરે છે.

Read More