હિન્દ ન્યુઝ, સોમનાથ શ્રાવણ કૃષ્ણ ત્રયોદશી પર સોમનાથ મહાદેવને કૈલાશ દર્શન શૃંગારથી સુશોભિત કરવામાં આવ્યા હતા. કૈલાશ પર્વત એ ભગવાન શિવનું નિવાસસ્થાન છે. સોમનાથ મહાદેવના આ વિશેષ શૃંગારમાં કૈલાશ પર્વત વચ્ચે બિરાજમાન સોમનાથ મહાદેવ શ્રદ્ધાળુને દર્શન દઈ રહ્યા હોય તેવી પ્રતિકૃતિ રચવામાં આવી હતી. સોમનાથ મહાદેવના આ વિશેષ શૃંગારના દર્શન કરી ભક્તોના માનસ પટલ પર કૈલાશ દર્શન કર્યા નો ભાવ સર્જાયો હતો. આ અનુભવ શૃંગાર ભક્તોને આધ્યાત્મિક ઉન્નતિ અને શિવના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.
Read MoreDay: August 31, 2024
કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના અતિવૃષ્ટિથી પ્રભાવિત બેડ, વસઈ અને આમરા ગામની મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે અતિવૃષ્ટિથી પ્રભાવિત જામનગર તાલુકાના બેડ, વસઈ અને આમરા ગામની મુલાલાત લઇ કુદરતી આફત વચ્ચે લોકોના ઘરે જઈ તેમના ખબર અંતર પૂછ્યાં હતા.બેડ ટોલનાકા પાસે અને આજુબાજુના વિસ્તારમાં પાણીના વધુ પ્રવાહના લીધે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું. ત્યારે મંત્રીએ લગત અધિકારીઓને અસરગ્રસ્ત ગામોનો ત્વરિત સર્વે કરી કામગીરી કરવા જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે જામનગર જિલ્લા વહિવટી તંત્ર અને પદાધિકારીઓએ ઝીરો કેઝ્યુલિટીના ધ્યેય સાથે યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી. જેના પરિણામે માનવ જીવન સલામત છે. મંત્રીએ ખેડૂતો,…
Read More