નારી વંદના ઉત્સવનો ૪ દિવસ “મહિલા નેતૃત્વ દિવસ” હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર જિલ્લા તાલુકા પ્રમુખ કલ્પનાબહેન રાઠવાના અધ્યક્ષતામાં “મહિલા નેતૃત્વ દિવસ”ની ઉજવણી જિલ્લા પંચાયત હોલ કવાંટ રોડ છોટાઉદેપુર ખાતે કરવામાં આવી હતી. જિલ્લા વહીવટીતંત્ર અને મહિલા અને બાળ અધિકારીની કચેરી, છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા “મહિલા નેતૃત્વ દિવસ” નિમિત્તે વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર મહિલાઓનુ સન્માન કરવામાં આવ્યુ હતુ. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કિશોરીઓમાં નેતૃત્વના ગુણોનો વિકાસ થાય તેમજ પોતાના ગામના વિકાસમાં સક્રિય ભાગ લે તેવા ઉમદા હેતુથી “બાલિકા પંચાયત” નો નવતર પહેલ શરૂ કરેલ છે જેમાં જિલ્લાની…
Read MoreDay: August 6, 2024
છોટાઉદેપુર જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે તડામાર તૈયારીઓ
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લામાં તા.૯/૦૮/૨૪ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી વિધાનસભા મત વિસ્તાર મુજબ થનાર છે. જેમાં ૧૩૭-છોટાઉદેપુરમાં સ્વામી નારાયણ હોલ, ૧૩૮-જેતપુર પાવીમાં ગાયત્રી મંદિરની બાજુમાં, સેંડીવાસણા રોડ, કવાંટ અને ૧૩૯ – સંખેડામાં ડી.બી.પારેખ હાઇસ્કુલ ખાતે ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમની ઉજવણીના સુચારુ આયોજન અર્થે જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા કલેકટરએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિતે આદિવાસી પંરપરા અને સંસ્કૃતિ જળવાઇ રહે તે જોવા જણાવીને તમામ યોજનાઓના લાભાર્થી સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચવ્યું હતું. તેમણે તમામ નોડલ અધિકારીઓએ કરેલી કામગીરીની સમીક્ષા કરીને…
Read Moreશ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને વિશેષ બિલ્વપત્ર શ્રૃંગાર કરાયો
હિન્દ ન્યુઝ, સોમનાથ શ્રાવણ માસના પ્રથમ સોમવારની સંધ્યા પર સોમનાથ મહાદેવને વિશેષ બિલ્વપત્ર શૃંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ મહાદેવને શ્રાવણ શુક્લ પ્રતિપદા એટલેકે એકમ પર સોમનાથ મહાદેવને જન કલ્યાણની પ્રાર્થના સાથે બિલ્વપત્ર શૃંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ મહાદેવને બિલ્વપત્રોથી શૃંગાર કરવાની પ્રથા ખૂબ જ પ્રાચીન અને પવિત્ર માનવામાં આવે છે. બિલ્વપત્ર ભગવાન શિવને અત્યંત પ્રિય છે. અને તેમને બિલીપત્ર અર્પણ કરવાથી ભક્તોને ત્રણ જન્મના પાપ માંથી મુક્તિ મળે છે. બિલ્વપત્રને ત્રિદેવનું પ્રતિક માનવામાં આવે છે. તેના ત્રણ પર્ણમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતિનિધિત્વ કરે છે. બિલ્વપત્રમાં શાંતિ અને શુદ્ધિના ગુણો…
Read Moreગીર સોમનાથની જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વેરાવળ ખાતેના ખારવા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રાજ્યભરમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવનાર છે, તે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાની જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ખારવા ક્રિકેટ ગ્રાઉન્ડ (કે.સી.સી ગ્રાઉન્ડ,)વેરાવળ ખાતે કરવામાં આવશે. જિલ્લા કક્ષાની ઉજવણીમાં મહિલા બાળ વિકાસ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા ધ્વજવંદન કરાવી રાષ્ટ્રધ્વજની સલામી ઝીલશે. સ્વાતંત્ર્ય પર્વ દિન ઉજવણી અને તેના ઉપલક્ષમાં યોજનાર ‘હર ઘર તિરંગા’ અભિયાનનાં સુચારું આયોજન માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ વિવિધ કચેરીના અધિકારીઓને સ્વાતંત્ર પર્વની ઉજવણી અવશરે કરવાની થતી…
Read Moreસોમનાથમાં શ્રાવણના પેહલા સોમવારે પૂજન પુણ્ય અને પરમાનંદ નો માહોલ
હિન્દ ન્યુઝ, સોમનાથ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ અને તેમાં પણ પ્રથમ દિવસ જ સોમવાર હોય આજરોજ સોમનાથ મહાદેવના ચરણોમાં ભક્તોનો મહાસાગર ઉમટયો હતો. શિવજીની આરાધનાના મહા પર્વ એવા શ્રાવણ માસના પવિત્ર સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધવા શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજામાં જોડાયા હતા. ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી શ્રી જે.ડી પરમાર ના હસ્તે સૌપ્રથમ ધ્વજા પૂજા, પાલખી પૂજા કરી શ્રાવણ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સોમનાથ તીર્થની પ્રણાલિકા અનુસાર સવારે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારો…
Read More