છોટાઉદેપુર જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે તડામાર તૈયારીઓ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

     છોટાઉદેપુર જિલ્લામાં તા.૯/૦૮/૨૪ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી વિધાનસભા મત વિસ્તાર મુજબ થનાર છે. જેમાં ૧૩૭-છોટાઉદેપુરમાં સ્વામી નારાયણ હોલ, ૧૩૮-જેતપુર પાવીમાં ગાયત્રી મંદિરની બાજુમાં, સેંડીવાસણા રોડ, કવાંટ અને ૧૩૯ – સંખેડામાં ડી.બી.પારેખ હાઇસ્કુલ ખાતે ઉજવણી કરવામાં આવશે.

 આ કાર્યક્રમની ઉજવણીના સુચારુ આયોજન અર્થે જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા કલેકટરએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિતે આદિવાસી પંરપરા અને સંસ્કૃતિ જળવાઇ રહે તે જોવા જણાવીને તમામ યોજનાઓના લાભાર્થી સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચવ્યું હતું. તેમણે તમામ નોડલ અધિકારીઓએ કરેલી કામગીરીની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. 

 આ પ્રસંગે પ્રાયોજના વહિવટદાર અને જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર, જિલ્લા પોલીસ અધિકક્ષક ઇમ્તિયાઝ શેખ, નિવાસી અધિક કલેકટર શૈલેશ ગોકલાણી સહિત નોડલ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


રાજકોટ ખાતે “પત્રકાર રત્ન એકસેલન્સ એવોર્ડ – ૨૦૨૪” નો ભવ્ય કાર્યક્રમ યોજાયો

https://hindnews.in/?p=42757

તંત્રીશ્રી : ડૉ. સીમાબેન પટેલ✍️

Related posts

Leave a Comment