બોટાદ જિલ્લા નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા મહિલા તાલીમાર્થીઓને દ્વિ-દિવસીય વૃતિકા (સ્ટાઇપેંડ) ની તાલીમ અપાઇ

હિન્દ ન્યુઝ, બોટાદ

જિલ્લા નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા બોટાદની વી.એમ.સાકરીયા મહિલા કોલેજ ખાતે દ્વિ-દિવસીય મહિલા તાલીમાર્થીઓને વૃતિકા (સ્ટાઇપેંડ) અંતર્ગત તાલીમનું આયોજન કરાયું હતું.

આ પ્રસંગે ભાવનગરના મદદનીશ બાગાયત અધિકારી એમ.એન.રાઠોડ અને બાગાયત નિરીક્ષક સુ. આશિફા એચ.મોમીને વી.એમ.સાકરીયાએ મહિલાઓ ઘર આંગણે જ સ્વરોજગારી મેળવી આત્મનિર્ભર બને તે હેતુસર મહિલા કોલેજની ૨૮ બહેનોને ફળ અને શાકભાજીની વિવિધ બનાવટોમાં મિક્ષ શાકભાજીનું અથાણું અને સોસ, મિક્ષ ફ્રુટનો જામ, જાંબુનો શરબત, ટુટીફુટી વગેરે જેવી બનાવટો સ્થળ પર જ બનાવવા ઉપરાંત ફળ શાકભાજીના મૃલ્યવર્ધન અંગે તાલીમબધ્ધ કરાયાં હતાં. આ વેળાએ બોટાદ જિલ્લાના નાયબ બાગાયત નિયામક જે.ડી.વાળાએ સરકારની જન કલ્યાણલક્ષી યોજનાઓની માહિતી પુરી પાડવાની સાથોસાથ ફળ અને શાકભાજીની વિવિધ બનાવટો અંગે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. જિલ્લાના નાયબ બાગાયત નિયામક જે.ડી.વાળા સહિત અન્ય મહાનુભાવોના હસ્તે ૨૯ તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયાં હતાં. આ પ્રસંગે તાલીમાર્થી બહેનોએ તાલીમ અંગેના પ્રતિભાવો રજૂ કર્યાં હતાં. બાગાયત મદદનીશ પ્રવિણભાઇ શિયાળીયાએ આ તાલીમનું આયોજન કર્યું હતું.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment