હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદના નિવાસી અધિક કલેક્ટર મુકેશ પરમાર તરફથી એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે જુલાઇ-૨૦૨૨ ના માસનો જિલ્લાકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૮/૦૭/૨૦૨૨ ના રોજ સવારે ૧૧: ૦૦ કલાકે બોટાદ જિલ્લા સેવા સદન-કલેકટર કચેરીના મીટીંગ હોલ, ખસ રોડ ખાતે જિલ્લાકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યાજાશે.
આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની બાબતો સિવાયની અરજી તથા ગ્રામ સ્વાગત અને તાલુકા સ્વાગતમાં અનિર્ણત રહેલ હોય કે જે તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્રો અરજદાર આધાર પુરાવા સાથે વ્યક્તિગત પ્રશ્નની રજુઆત કરી શકશે તેમજ અરજદાર એક વિષયને લગતી રજુઆત કરી શક્શે આવા પ્રશ્રો માટેની અરજી તા.૧૦/૦૭/૨૦૨૨ સુધીમાં રજાના દિવસો સિવાય કલેક્ટર કચેરી, બોટાદ ખાતે સ્વીકારવામાં આવશે. જેની જાહેર જનતાને નોંધ લેવા વધુમાં જણાવાયું છે.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ