તા.૧૫ જુલાઇના રોજ બોટાદના જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક તા.૧૫/૦૭/૨૦૨૨ ને શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે પદાધિકારીઓ સાથે તથા સવારે ૧૧:૩૦ કલાકે અધિકારીઓ સાથે જિલ્લા સેવા સદનના મીટીંગ હોલ, ખસ રોડ ખાતે રાખવામાં આવી છે. આ બેઠકમાં સંબંધિત અમલીકરણ અધિકારીઓએ જાતે ઉપસ્થિત રહેવું જેની સંબંકર્તાને નોંધ લેવા બોટાદના નિવાસી અધિક કલેક્ટર મુકેશ પરમાર તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

 

Related posts

Leave a Comment