અમરેલીના ધારી બગસરા ખાંભા વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવારના સમર્થનમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું

હિન્દ ન્યૂઝ, બગસરા

મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના ધારી બગસરા ખાંભા વિધાનસભાની પેટા ચૂંટણી ના ઉમેદવાર જેવી કાકડિયા ના સમર્થનમાં બગસરા શહેરમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાહેર સભામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ હાજર રહ્યા હતા અને કોંગ્રેસ પાર્ટીને આડા હાથે લીધી હતી, તેમજ ભાજપ સરકારના દરેક યોજનાઓ વિશે મતદારોને જણાવ્યું હતું આ સભામાં ભાજપના અલગ અલગ વિસ્તારોમાંથી ધારાસભ્યો કેબિનેટ મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. આ પેટા ચૂંટણી માં ધારી બગસરા વિધાનસભા ની સીટ જીતવા માટે ભાજપ સરકાર પૂરે પૂરી તાકાત લગાવી રહી છે અને આશિક ના ઉમેદવાર જેવી કાકડિયા ને વિજય અપાવવા ભાજપના દરેક કાર્યકર્તાઓ રાત દિવસ એક કરી મહેનત કરી રહ્યા છે.

રિપોર્ટર : મંજી પરમાર, બગસરા

Related posts

Leave a Comment