હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)
વસીમ રિઝવી તરફથી ઇસ્લામ ધર્મનાં પવિત્ર કુરાન શરીફમાંથી 26 જેટલી આયતો હટાવવા પ્રશ્ને એક વિવાદી નિવેદન કરી દેશમાં અરાજકતા અને કોમી રમખાણો ફાટી નીકળે એ પહેલાં એનાં વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી એની ધરપકડ કરવામાં આવે એવી માંગ સમગ્ર દેશનાં મુસ્લિમ ધર્મ ગુરૂઓએ કરી છે. જ્યારે વસીમ રિઝવીનાં આ વિવાદી નિવેદનનાં ઘેરાપ્રત્યાઘાટ, સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં પડ્યા છે. માંગરોળ તાલુકામાં કાર્યરત યંગ એકતા ફાઉન્ડેશનનાં નેજા હેઠળ આગામી તારીખ 15 મી માર્ચના સોમવારે બોપોરે ત્રણ વાગ્યે માંગરોળનાં મામલતદારને એક આવેદનપત્ર આપવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં માંગરોળ તાલુકાનાં મુસ્લિમ આગેવાનો અને યુવાનોને સમયસર હાજર રહેવા, યંગ એકતા ટ્રસ્ટનાં પ્રમુખ કુતબુદીન હાફેઝી એ જણાવ્યું છે. સાથે એમ પણ જણાવ્યું છે કે આ કાર્યક્રમમાં આવનારા તમામ સાથીઓએ કોવિડ-૧૯ ની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને માસ્ક ફરજીયાત પહેરીને આવવાનું રહેશે.
રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)