હિન્દ ન્યૂઝ, નડિયાદ
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ખેડા જિલ્લામાં પ્રવેશેલી દાંડીયાત્રાનુ જિલ્લામાં વહીવટીતંત્ર દ્રારા ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરવામા આવી રહ્યુ છે. સાથે સાથે જિલ્લામાં વિવિધ સ્થળોએ રાત્રિ રોકાણ દરમ્યાન દાંડીયાત્રીકોના રાત્રિ નિવાસ સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આજે નવાગામ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.
દાંડીયાત્રાના અમૃત મહોત્સવ નિમિતે યોજાનાર દાંડીયાત્રાનુ ખેડા જિલ્લામાં પીંગળજ મુકામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. દાંડીયાત્રાના આ યાત્રિકોનુ ડીજે, બેન્ડ, ઢોલ, શાળાની બાળાઓએ કળશ સાથે સ્વાગત કર્યુ હતુ. રસ્તાની બન્ને બાજુએ ગ્રામજનોએ હરોળમાં ઉભા રહી દાંડીયાત્રીઓ પર પુષ્પવર્ષા કરી હતી.
સાંસદ દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે દાંડીયાત્રાના યાત્રીકોને સુતરની આટી પહેરાવી ઉષ્માભેર સ્વાગત કર્યુ હતુ. યાત્રા સાંજે ૫.૦૦ વાગે નવાગામમાં પ્રવેશી હતી. નવાગામ ખાતે યાત્રાનુ સ્વાગત કલમબંધી વિદ્યાલય, નવાગામ હાઈસ્કુલમાં કરવામાં આવ્યુ હતુ. પુ. મહાત્મા ગાંધીજીએ દાંડીયાત્રા વખતે તા.૧૩મી માર્ચ ૧૯૩૦ના રોજ આ સ્થળે તેઓએ દાંડીયાત્રાના ૭૯ સદસ્યો સાથે સત્સંગ કર્યો હતો અને ગ્રામજનોએ ભજન સંધ્યા કરી હતી. જેમાં પુ. મહાત્મા ગાંધીજી સાથે દાંડીયાત્રાઓ જોડાયા હતા. અહિયા આ યાત્રાનુ ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. દાંડીયાત્રાના કારણે બન્ને ગામનુ વાતાવરણ દેશભક્તિમય બની ગયુ હતુ.
મંત્રી પ્રહલાદસિંહે જણાવ્યું હતું કે, દાંડી માર્ગ પર ચાલવાની અમારી શકતી નથી. પરંતુ પૂજ્ય મહાત્મા ગાંધીજી અને તે વખતના દાંડી યાત્રિકોના પદચિન્હોને નમન કરતા કરતા અમો આગળ વધી રહ્યા છીએ. આ યાત્રા થકી આજના નવયુવાનોને સ્વાતંત્ર સંગ્રામના માહોલ, જુસ્સો અને દેશભક્તિનો ખ્યાલ આવશે. અમો નવાગામ હાઇસ્કૂલના મેદાનમાં આવ્યા ત્યારે સાંસદ જણાવ્યું હતું કે, પૂજ્ય ગાંધીજીએ અહીં આ સ્થળે પ્રાર્થના કરી હતી. અમે પણ આજે પ્રાર્થનામાં જોડાયા તેથી હું અને મારી સાથેના યાત્રિકો અહોભાગ્ય છીએ તેમ માનીએ છીએ. મને આ યાત્રામાં જોડાવા મળ્યું તેનો ગર્વ છે અને આનંદ પણ છે.
આ યાત્રાનું નવાગામ ખાતે પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ નવાગામ ખાતે ખુબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. તેમજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમમાં મંત્રી સાથે સાથે દાંડી યાત્રિકો જોડાયા હતા. આ યાત્રામાં જિલ્લા કલેકટર આઇ.કે.પટેલ, જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્ર, નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, ગ્રામ પંચાયતના સરપંચઓ, ગ્રામજનો, શાળા-કોલેજના અધ્યાપકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.
રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ