ગળતેશ્વર તાલુકાના વણાકબોરી થર્મલના યુવાનો ધૈર્યરાજસિંહની મદદ માટે આવ્યા આગળ….

હિન્દ ન્યૂઝ, ખેડા

મહીસાગરના કાનેસર ના રહેવાસી રાઠોડ રાજદીપસિંહ ના ત્રણ મહિનાના બાળક ધૈર્યરાજસિંહને એસએમએ ૧ નામની ગંભીર બીમારી છે. તેને બીમારીમાંથી બહાર લાવવા માટે ૧૬ કરોડ રૂપિયાના ઇન્જેક્શનની જરૂરિયાત છે, ત્યારે તેના પિતા તેમજ તેની માતાએ ગુજરાતમાંથી લોકોને પોતાનો વ્હાલસોયા ત્રણ મહિનાના બાળક બચાવવા માટે મદદ માંગી, ત્યારે છેલ્લા એક અઠવાડિયાની અંદર સમગ્ર ગુજરાતમાંથી અંદાજિત ચાર કરોડ રૂપિયાની રકમ મળી ચૂકી છે, ત્યારે ‘જન સેવા એ જ પ્રભુ સેવા’ ને પ્રેરણાસ્ત્રોત માની ગળતેશ્વર તાલુકાના વણાકબોરી થર્મલ ના યુવાનો પણ મદદ માટે આગળ આવ્યા છે. થર્મલના યુવાનોએ માસુમ ત્રણ મહિનાના બાળકને બચાવવા માટે સાથે મળીને પૂરી કરવા માટે દુકાને દુકાને જઇને લોકો પાસેથી આ બાળક માટે ફંડ એકત્રિત કર્યું હતું. જેમાં પ્રથમ દિવસે આશરે 12,000 જેટલી રકમ ભેગી કરી હતી. જેમાંથી વણાકબોરી થર્મલ ખાતેથી હરિપ્રિયાબેન ગૌતમ (ટચ એન્ડ ગ્લો) બ્યુટી પાર્લર દ્વારા 5100/- રૂપિયાની સહાય કરી હતી અને હજુ પણ વધુ રકમ માટે સતત 4 દિવસ સુધી આ અભિયાન ચાલુ રાખવામાં આવશે અને 5 દિવસની રકમ એકઠી કરી ધૈર્યરાજસિંહના પરિવારને આપવામાં આવશે. આ અભિયાનમાં પ્રતાપસિંહ પરમાર, સમરવિજયસિંહ ગોહિલ, રાજા બારોટ, દર્શન ગોહિલ, મિહિર ખારવા સહિતના અનેક યુવાનો જહેમત ઊઠાવી રહ્યા છે.

રિપોર્ટર : રાકેશ મકવાણા, ખેડા

Related posts

Leave a Comment