હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)
માંગરોળ તાલુકાનાં નાનીનરોલી ગામે કાર્યરત GIPCL કંપની રચિત દીપ ટ્રસ્ટને સામાજીક કામગીરી કરવા બદલ સુરત નાં સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તરફથી એવોર્ડ આપવામાં આવ્યો છે. GIPCL કંપનીના કાર્યક્ષેત્રમાં આવતાં ગામોમાં અનેક વિકાસ કામો કરવા માટે કંપનીએ દીપ નામના ટ્રસ્ટની રચનાં કરવામાં આવેલી છે. આ ટ્રસ્ટે સામાજીક ક્ષેત્રે ખૂબ સારી કામગીરી કરી છે. જેમાં પણ ખાસ કરી સ્વચ્છતા અને મહિલા સશક્તિકરણની કામગીરી ખૂબ જ સારી કરી હોય, આ કામગીરીને ધ્યાનમાં લઈ સુરતનાં સાઉથ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્દ્રસ્ટ્રીરીઝ તરફથી દીપ ટ્રસ્ટની પસંદગી કરી, એવોર્ડ આપવામાં આવ્યો છે. આ એવોર્ડ આપવા માટે એક કાર્યક્રમનું આયોજન સુરત મહાનગરપાલિકાનાં સરથાણા હોલમાં ગોવિંદભાઈ ધોરકીયા અને સુરત શહેરનાં પોલીસ કમિશનર અજય તોમર IPS ની ઉપસ્થિતિમાં રાખવા માં આવ્યો હતો. જ્યાં દીપ ટ્રસ્ટનાં CEO નરેન્દ્રભાઈ પરમાર, એન.પી.વઘાસીયા, મહેશભાઈ ઘરીયા, નિલેશ ભાઈ પરીખ સહિત દીપ ટ્રસ્ટની ટીમને ઉપરોક્ત મહાનુભાવોની હાજરીમાં એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે. આ એવોર્ડ માંગરોળ તાલુકાની નાનીનરોલી ગામે કાર્યરત GIPCL કંપની રચિત દીપ ટ્રસ્ટને પ્રાપ્ત થતાં આ વિસ્તારની પ્રજામાં આનંદની લહેર પ્રસરી છે.
રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)