માંગરોળ કેન્દ્ર ખાતે તાલુકાનાં 348 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)
સુરત જિલ્લા નાં તાલુકા મથક માંગરોળ ખાતે આવેલી એસ.પી.એમ. બોઈઝ હાઈસ્કૂલ સ્કૂલ અને એસ.પી.એમ. ગર્લ્સ હાઇસ્કુલ ખાતે આજે તા.14 મી માર્ચના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) એકઝામ 2021 યોજાઇ હતી. જેમાં SPM બોયઝ હાઈસ્કૂલ માંગરોળ કેન્દ્રમાં 10 બ્લોકમાં 200 વિદ્યાર્થીઓમાંથી 181 વિદ્યાર્થી હાજર રહી પરીક્ષા આપી છે. જ્યાં સ્થળ સંચાલક તરીકે ફિરદૌસ ખાન પઠાણએ સેવા આપી હતી. માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મોહનસિંહ ખેર, નરેશભાઈ વસી જયંતીભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા જ્યારે SPM ગર્લ્સ હાઇસ્કુલ ખાતે 10 બ્લોકમા કુલ 185 વિદ્યાર્થી ઓમાંથી 167 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. બંને કેન્દ્રો ઉપર દરેક બાળકોને કોવિદ -19 ની SOP ની ગાઈડ લાઈન મુજબ થર્મલ ગન વડે ટેમ્પરેચર ચેકાસી હાથ સૅનેટાઇઝ કરી, માસ્ક પહેરાવી પરીક્ષાખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો અને એક બેન્ચ ઉપર એક જ વિદ્યાર્થીને બેસાડવામાં આવ્યા હતા. જે વિધ્યાર્થીઓ ધોરણ 9 માં અભ્યાસ કરતાં હોય તે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે. માંગરોળ તાલુકામાંથી 348 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી છે.
રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)