સુરત જીલ્લા આંબોલી રોડ પરથી મૃતદેહ મળ્યો, હત્યા કે આત્મહત્યા બાબતે પોલીસ કરી રહી તપાસ

હિન્દ ન્યૂઝ, સુરત,

સુરત જીલ્લા ના આંબોલી કઠોર રોડ ઉપર મોડી રાતે એક અજાણીય વ્યક્તિ યુવાન આસરે ઉમર ૨૫ વર્ષ ની લાશ સુરત રૂરલ પોલીસ રાત્રી દરમિયાન પેટ્રોલિંગ કરતી હતી તે વખતે જોવામાં આવી હતી. સુત્રો ના આધારે મરનાર યુવાન સુરત ની આસપાસ નો હોય શકે તે જાણવા મળયું હતું. મરનાર યુવાન ના શરીર પર ગળા ના નીચે ના હિસ્સા માં તીક્ષ્ણ હથિયાર વડે બ્લેડ અથવા છરી થી નસો કપાયેલી લોહી થી લતબથ હતી અને આસપાસ લોહી ના ખાબોચીયા ભરાઇ ગયા જોવા મળી આવેલ છે. સાથે ઘટનાસ્થળે થી ઓટો રીક્ષા જેનો પાર્સીગ GJ-6 AV- 1134 પણ મળી આવેલ હતી, વધુ તપાસ અથઁ પોલીસ ની ટીમ મરનાર ની લાશ નો કબ્જો લઈ પોસ્ટમોટમ માટે મોકલી આપી છે. હવે એ જોવાનુ રહેશે કે આ ઘટના આત્મહત્યા હતી કે હત્યા.? વધુ તપાસ માં બહાર આવશે.

રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત

Related posts

Leave a Comment