દસ્તાન રેલ્વે ઓવરબ્રિજ સમયાવધિના પૂર્ણ ન થતાં સાંસદ સહિત જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા કલેક્ટરને રજૂઆત

હિન્દ ન્યૂઝ, સુરત,

દસ્તાન રેલ્વે ફાટક પર બની રહેલ રેલ્વે ઓવરબ્રિજનું કામ ખોરંભે જતાં લોકરોષ જોવા મળી રહ્યો છે ત્યારે એક વ્યક્તિએ જિલ્લા કલેક્ટરને જાહેરહિતમાં અરજી કરી ઓવરબ્રિજની કામગીરી સમયાવધિમાં પૂર્ણ ન કરવા બદલ વિસ્તારના સાંસદથી લઈ આ માટે જવાબદાર તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. જો આમ નહીં કરવામાં આવે તો એક મહિના બાદ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારતા સામી ચૂંટણીએ ચૂંટાયેલા સ્થાનિક પ્રતિનિધિઓમાં પણ ફફડાટ ફેલાય ગયો છે. પલસાણા તાલુકાનાં ગાંગપુર ગામના મનીષ બી.પટેલે જિલ્લા કલેક્ટરને આ નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ બાબતે જિલ્લા કલેક્ટરને જાહેર હિતની અરજી કરી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, દસ્તાન ગામે તાપ્તી રેલ્વે લાઇન પર બનાવવામાં આવી રહેલ રેલ્વે ઓવરબ્રિજની કામગીરી છેલ્લા ઘણા સમયથી બંધ છે. ભૂમિ પૂજન વખતે આ યોજનાને દોઢ વર્ષની સમયાવધિમાં પૂર્ણ કરવાની કોન્ટ્રાકટરને જણાવવામાં આવ્યું હતું. પરંતુ ચાર વર્ષથી વધુ સમય થવા છતાં હજી કામ પૂર્ણ થઈ શક્યું નથી અને અત્યાર સુધીમાં ત્રણ વખત મર્યાદા બદલવામાં આવી છે. અરજીમાં એવો પણ આરોપ લગાવ્યો છે કે કોન્ટ્રાકટર સત્તાધારી પાર્ટીના જાણીતાને મળ્યો હોય તેમને કરાર મુજબ થયેલા વિલંબની પેનલ્ટી પણ કરવામાં આવતી નથી.
નિર્માણની કામગીરીને કારને અનેક રાહદારીઓ અને વાહન ચાલકોએ આ સ્થાન પર જીવ ગુમાવ્યો છે. તેમણે અરજીમાં જો 17મી ઓક્ટોબર 2020 સુધીમાં નક્કર કાર્યવાહી ન કરવામાં આવે તો યોજના સાથે સંકળાયેલા તમામ જવાબદારોને જનતાના ગુનેગાર ગણી ફોજદારી અને દિવાની રાહે કાર્યવાહી કરવાની અને જો એમ ન થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત

Related posts

Leave a Comment