નડિયાદ વોર્ડ નંબર ૮, દેસાઈ સંસ્કાર કેન્દ્ર ખાતે વિસ્તારના ત્યકતા અને ગંગા સ્વરૂપ માતા-બહેનોને માસ્ક, સેનેટાઇઝર અને રેશનકીટનું વિતરણ કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, નડિયાદ 

જે બાળકોના માતા-પિતાનું કોરોનાના કારણે અવસાન થયું છે તેવા બાળકો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે જાહેર કરેલ યોજનાઓ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જાહેર કરવામાં આવેલ સહાય યોજના

• બાળકોના નામે ફિક્સ ડિપોઝીટ :

દરેક બાળક 18 વર્ષનું થાય ત્યારે તેને 10 લાખ રૂપિયા મળી રહે તે માટે પીએમ કેર્સ આ માટેની વિશેષ યોજનામાં યોગદાન આપશે. તેનો ઉપયોગ બાળક 18 વર્ષનું થાય ત્યારથી માસિક આર્થિક સહકાર / સ્ટાઇપેન્ડના સ્વરૂપમાં આગામી પાંચ વર્ષ સુધી અપાશે જેથી જે તે બાળકની ઉચ્ચ શિક્ષણ માટેની અંગત જરૂરિયાત પૂરી કરી શકાય અને તે બાળક 23 વર્ષની વયે પહોંચે ત્યારે તે તેની અંગત અને વ્યવસાયિક જરૂરિયાતને પહોંચી વળે તે માટે એક નિશ્ચિત રકમ આપવામાં આવશે.

શાળાકીય શિક્ષણ: 10 વર્ષથી ઓછી વયના બાળકો માટે

•બાળકને નજીકની કેન્દ્રીય વિદ્યાલય અથવા તો દિવસીય સ્કોલર તરીકે ખાનગી સ્કૂલમાં પ્રવેશ મળશે.

જો બાળકને ખાનગી શાળામાં પ્રવેશ મળ્યો હશે તો આરટીઈ હેઠળ પીએમ કેર્સમાંથી તેની ફી ચૂકવાશે.

•આ ઉપરાંત પીએમ કેર્સ બાળકના યુનિફોર્મ, પાઠ્ય પુસ્તકો તથા નોટબુકનો ખર્ચ પણ ચૂકવશે.

• શાળાકીય શિક્ષણ: 11-18 વર્ષના બાળકો માટે:

•બાળકને કેન્દ્ર સરકારની રેસિડેન્શિયલ સ્કૂલ જેવી કે સૈનિક સ્કૂલ કે નવોદયા વિદ્યાલયમાં પ્રવેશ અપાશે.

જો બાળક તેના ગાર્ડિયન / દાદા-દાદી અથવા તો પરિવાર સાથે જ રહેવાનું જારી રાખશે તો જે તે બાળકને નજીકના કેન્દ્રિય વિદ્યાલય અથવા તો ખાનગી સ્કૂલમાં દિવસીય સ્કોલર તરીકે પ્રવેશ અપાશે.

•જો બાળકને ખાનગી શાળામાં દાખલ કરાશે તો પીએમ કેર્સ દ્વારા આરટીઈ હેઠળ તેની ફી ચૂકવાશે.

•આ ઉપરાંત પીએમ કેર્સ તે બાળકના યુનિફોર્મ, પાઠ્ય પુસ્તક અને નોટબુકનો ખર્ચ પણ ચૂકવશે.

• ઉચ્ચ શિક્ષણ માટે સહકાર:

બાળકને શૈક્ષણિક લોનના પ્રવર્તમાન નિયમો હેઠળ ભારતમાં વ્યવસાયિક કોર્સ અથવા તો ઉચ્ચ શિક્ષણ માટે લોન હાંસલ કરવામાં મદદ કરવામાં આવશે. આ લોન પરનું વ્યાજ પીએમ કેર્સ દ્વારા ચૂકવવામાં આવશે.

•એક વિકલ્પ તરીકે આ પ્રકારના બાળકને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજના હેઠળ ટ્યુશન ફી અથવા અંડરગ્રેજ્યુએટના કોર્સ માટેની ફી અથવા વોકેશનલ કોર્સ માટેની ફીની બરાબરી મુજબની સ્કોલરશિપ આપવામાં આવશે. જે બાળકો પ્રવર્તમાન સ્કોલરશિપ માટેની લાયકાત ધરાવતા ન હોય તેમને એટલી જ સ્કોરલશિપ પીએમ કેર્સ દ્વારા પૂરી પાડવામાં આવશે.

આરોગ્ય વીમો

•તમામ બાળકોને આયુષમાન ભારત (પીએમ-જય) યોજના હેઠળ પાંચ લાખના આરોગ્ય વીમા કવચના લાભમાં આવરી લેવામાં આવશે.

આ બાળકોના આરોગ્ય વીમાની રકમ તેઓ 18 વર્ષના થાય ત્યાં સુધી પીએમ કેર્સ દ્વારા ચૂકવવામાં આવશે.

સાથે માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જાહેર કરાયેલ “મુખ્યમંત્રી બાલ સેવા યોજના” અંતર્ગત

જે ૧૮ વર્ષ સુધીના બાળકોના માતા-પિતા કોરોનામાં અવસાન પામ્યા હોય તેમને ₹ ૪૦૦૦ દર મહિને સહાય મળશે.
– પુખ્તવયના બાળકો જેનો અભ્યાસ ચાલુ છે તેવા બાળકોને ૨૧ વર્ષ સુધી માસિક ₹ ૬૦૦૦.
– ઉચ્ચ શિક્ષણ માટે “મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન” યોજનાના લાભ કોઈ જાતની આવક મર્યાદા સિવાય પ્રાયોરિટી ધોરણે મળશે
– વિદેશ અભ્યાસની લૉન આવક મર્યાદા સિવાય અગ્રતાના ધોરણે મળશે.
– નિરાધાર કન્યાઓના શિક્ષણ માટે કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલાયમાં પ્રવેશ-નિવાસી શાળાઓના અગ્રતાના ક્રમે પ્રવેશ.
– મુખ્યમંત્રી અમૃતમ-માં કાર્ડ અંતર્ગત મળવા પાત્ર તબીબી સારવાર અગ્રતા ક્રમે મળશે.
કાઉન્સિલરોને આ યોજના વિશે પૂરતી સમજ આપી અને વોર્ડ વિસ્તારમાં જો કોઈ લાભાર્થી હોય તો તેને આ યોજનાનો લાભ મળે તે માટેના સૂચન કર્યા.

આ પ્રસંગે અગ્રણી અલકેશભાઈ દેસાઈ (લાલભાઈ ઓઇલવાળા), મનોજભાઈ (નાનુભાઈ), જિલ્લા સંગઠન ઉપપ્રમુખ રાજનભાઈ, મહામંત્રી વિકાસભાઈ, નડિયાદ શહેર સંગઠન પ્રમુખ હિરેનભાઈ (ભટ્ટાભાઈ), મહામંત્રી હિતેશભાઈ(બાપાલાલ), તેજસભાઈ, નડિયાદ નગરપાલિકા પ્રમુખ રંજનબેન, ઉપપ્રમુખ કિન્તુભાઈ, વોર્ડના કાઉન્સિલર ભાવેશભાઈ (ભાઈજી), પન્નાબેન, પૂર્વ મહામંત્રી અને કાઉન્સિલર પરિનભાઈ, KDCA ચેરમેન પૂર્વ કારોબારી ચેરમેન મનીષભાઈ બોબ, અગ્રણી કાર્યકરો ચંદુભાઈ, પિંકેશભાઈ, વિવેકભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment