બનાસકાંઠાના લાખણી તાલુકાના ગેળાથી ધુણસોલનો સુધીનો રસ્તો તૂટેલી હાલતમાં

હિન્દ ન્યુઝ, લાખણી

    બનાસકાંઠાના લાખણી તાલુકાના ગેળાથી ધુણસોલનો સુધીનો તૂટેલા રસ્તા ને લઈ લોકો પરેશાન થઈ રહ્યા છે. 10 કિલોમીટરના રસ્તામાં રીપેરીંગ કરવામાં ધ્યાન આપવામાં આવ્યું નથી. પૂર્વે 2015 અને 2017ના વરસાદથી આવેલા પૂરમાં રસ્તો તૂટી ગયો હતો ત્યારે હજી પણ તૂટેલો રસ્તો તેની તે જ સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. ત્યારે ધુણસોલથી ગેળા સુધીમાં રોડ બનાવવામાં આચરેલી ગેરરીતી બાબતે સોસિલ મીડિયામાં અવાજ ઊઠ્યો હતો ત્યારે તંત્રને જગાડવા તેમજ ઉચ્ચસ્તરીય રજુઆત માટે ધુણસોલ, કોટડા, ડોડીયા, લાલપુર તેમજ ગેળા ગામના લોકોએ સાથે મળી મિટિંગ યોજી હતી અને રોડ ને સરખો કરવા માટે ઉચ્ચસ્તરીય રજુઆત માટે બધા એકત્રિત થયા હતા. જે સરકાર વિકાસની મોટી મોટી વાતો કરતી હોય છે એટલી ચોક્કસાઈથી કામ કરવામાં આવતા નથી. ત્યારે માત્ર વચનો જ સાંભળવા મળતા હોય છે આજે રસ્તો તૂટ્યાને ૪ થી ૫ વર્ષ વીતી ગયા બાદ પણ હજુ સુધી આ રસ્તોનું કામ કરવામાં આવ્યું નથી. આ ગેરરીતિ બાબતે હવે લોકો જાગૃત થતા જોવા મળે રહ્યા છે. ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે 7 વર્ષથી રજુઆત કરીયે છીએ અને ઘણી લેખિતમાં પણ અરજીઓ આપી હોવા છતાં કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી. ત્યારે ફરી એક વાર લોકો એકત્રિત થઈ ઉચ્ચસ્તરીય રજુઆત કરવા માટે ભેગા થયા હતા અને હવે ઉગ્ર માંગ કરી રહ્યા છે કે હવે જલ્દી થી આ રસ્તાનું કામ પૂર્ણ કરવામાં આવે કેમ કે આ રસ્તો કેટલાય ગામોથી જોડાયેલો છે ત્યારે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.સ્થાનિકો ટૂંક સમયમાં ઉચ્ચસ્તરીય રજુઆત કરવા માટે એકત્રિત થયા હતા અને એવું પણ જણાવ્યું હતું કે જો ઝડપી કામ કરવામાં નહીં આવે તો જિલ્લા સ્થારે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા હતાં.

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Related posts

Leave a Comment